તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:ચોટીલા તાલુકાનાં 70 ગામોમાં નર્મદાનું પાણી વિતરણ ખોરંભે પડ્યું

ચોટીલા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
નર્મદાની લાઇનનું પાણી વિતરણ ખોરંભે પડતા ચોટીલા તાલુકાનાં અનેક ગામોમાં પાણી માટે વલખાં શરૂ થયા હતા.  - Divya Bhaskar
નર્મદાની લાઇનનું પાણી વિતરણ ખોરંભે પડતા ચોટીલા તાલુકાનાં અનેક ગામોમાં પાણી માટે વલખાં શરૂ થયા હતા. 
  • પાવર ટ્રીપિંગને કારણે વ્યવસ્થાને મોટી અસર, અધિકારીઓ દોડધામ કરી રહ્યા છે, શહેરમાં પણ એકાંતરે પાણી વિતરણ શરૂ

ચોટીલા તાલુકામાં છેલ્લા એક સપ્તાહથી નર્મદાના પાણી વિતરણ વ્યવસ્થા ખોરંભે પડતા બેડા પાણી માટે જનજીવન ભટકતું થયેલુ છે. ચોટીલાના 70 જેટલા ગામો અને શહેરની પાણી વિતરણ વ્યવસ્થા નર્મદાની પાઈપ લાઈન આધિન છે. એક તરફ વરસાદ ખેંચાયો છે તો બીજી તરફ સપ્તાહથી પાણી પહોંચતુ નથી. જેના કારણે ગામડાઓમાં પાણીનો દેકારો મચી ગયો છે. ઘણા દિવસોથી નર્મદાના પાણીની લાઇનમા સંમ્પ સુધી પાણી પુરતા જથ્થા સાથે નહીં પહોંચતા આગળ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી વિતરણ ઠપ્પ જેવી સ્થિતિ મુકાઈ છે. તાલુકામા એક તરફ વરસાદની ખેંચ પડી છે.

નાના મોટા તમામ જળાશયો ખાલી છે. ત્યારે ચાલું ચોમાસામાં જ પાણીની અછત સર્જાતા તહેવાર ઉપર જ બેડા પાણી માટે ભટકવાનું શરૂ થયેલુ છે. ચોટીલાથી ઠાંગા પંથક, પીપરાળી વિસ્તાર, આણંદપુર પંથક સહિતના વિસ્તારોના 70 જેટલા ગામોની માનવ વસ્તી પીવાના પાણીની મુશ્કેલીનો સામનો કરી રહી છે. શહેરમાં પણ એકાંતરે આપવાનું શરૂ થયેલુ છે. જાણવા મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર ધોળીધજા ખાતે પાવર ટ્રીપીંગને કારણે વિતરણ વ્યવસ્થા ખોરંભે પડેલી હોવાનું કહી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...