પ્રમાણપત્ર એનાયત:મોડેલ ડે સ્કૂલ સણોસરાની વિદ્યા નિકેતન પ્રકલ્પ માટે પસંદગી થઇ, પ્રમાણપત્ર એનાયત

ચોટીલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરની દ્વારા ગુજરાત ભરમાંથી પસંદગી પામેલ 30 સ્કુલ સાથે મોડેલ ડે સ્કુલ સણોસરામાં વિદ્યાનિકેતન પ્રકલ્પની માન્યતા આપવા પસંદગી કરાઇ હતી. આ માન્યતા પ્રમાણપત્ર ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ડો.મનોજભાઇ ચૌહાણ, હરેશભાઇ ઝાપડીયાને શિલ્ડ અને પ્રમાણ પત્ર અર્પણ કરાયા હતા.આથી શાળામાં વિદ્યાનિકેતન પ્રકલ્પ અંતર્ગત આર્થિક પછાત, સામાજિક શૈક્ષણીક પછાત વર્ગના બાળકોને 13 જેટલા વિષયોની વિશિષ્ટ તાલીમ બાળકોને આપવામાં આવશે. શાળાની આ સિધ્ધી બદલ આનંદની લાગણી છવાતા સરપંચ , ઉપસરપંચ અને ગ્રામજનોએ શાળાપરીવારનું સન્માન કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...