તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરાના:નાવા ગામની સ્કૂલમાં 33 વિદ્યાર્થિની સહિત 41ને કોરાના

ચોટીલા17 દિવસ પહેલા
 • કૉપી લિંક
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય મોડેલ સ્કૂલને સેનેટાઇઝ કરાઈ. - Divya Bhaskar
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય મોડેલ સ્કૂલને સેનેટાઇઝ કરાઈ.
 • તંત્ર આંકડા છુપાવે છે? જિલ્લામાં 25 કેસ હોય તો ચોટીલા તાલુકામાં 52 કેસ નોંધાયા તે ક્યાં ગયા?
 • ક્વૉરન્ટાઇન કરવાને બદલે સ્કૂલે બાળાઓને વાલીઓને લઈ જવા કહ્યું

ચોટીલા પંથકમાં સોમવારે કોરોનાએ કહેર વર્તાવતા એક સાથે 52 પોઝિટિવ કેસો નોંધાયા હતા. જેમાં કે.જી.બી.વીમાં 41 પોઝિટિવ કેસ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. ચોટીલા પંથકમાં કોરોના ન બીજી લહેર કહેર વર્તાવી રહી છે. જેમાં સોમવારના રોજ નવા 52 પોઝિટિવ કેસ સામે આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

આ કેસોમાં 41 કેસ શિક્ષણ વિભાગની કાર્યરત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય મોડેલ સ્કૂલ નાવા ગામ ખાતે આવ્યા છે. આ સંસ્થામાં 70 જેટલી વિદ્યાર્થિનીઓ ત્યાં રહીને અભ્યાસ કરે છે. જે પૈકી 38 વિધ્યાર્થીનીઓ 1 વોર્ડ આયા, 2 અન્ય બહેનો મળી 41 પોઝિટિવ કેસો બહાર આવ્યા છે, તેમજ અન્ય મળી 52 કેસ નોંધાયા છે.આમ મોડેલ સ્કૂલમાં એક સાથે કોરોના કેસ રાફડો ફાટતા કોની બેદરકારી તે સવાલ ઉઠ્યા છે. જ્યારે એક સાથે આટલા બધા કેસ આવતા જિલ્લા અને તાલુકાનાં અધિકારીઓ સ્થળ ઉપર દોડી ગયા હતા.

જ્યારે એક સાથે આટલી વિદ્યાર્થિનીઓ પોઝિટિવ આવતા તેઓને અલગ ક્વોરોન્ટાઇન કરવાને બદલે ઘરે વાલીઓને તેડી જવાનું સૂચન મળતા કચવાટ જોવા મળ્યો હતો. ત્યારે ક્યાંક કાચુ કપાયુ હોવાનો ગણગણાટ ઉઠયો છે. કોરોના પોઝીટીવ કેસને લઇ તંત્ર દ્વારા આખી બિલ્ડિંગને સેનિટાઇઝ કરવામાં આવી હતી. ત્યારે સ્થાનિક આરોગ્ય વિભાગનાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર પણ કોરોનાગ્રસ્ત બન્યાના અહેવાલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો