આરાધના:ચોટીલા સહિત ઝાલાવાડના જૈનોએ 9 દિવસ 44 ડિગ્રીમાં આયંબિલની ઓળીની આરાધના પૂર્ણ કરી

ચોટીલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 9 દિવસ સુધી મીઠુ , મરચું , તેલ સહિતના ખોરાકનો ત્યાગ કરી સાત્વિક ભોજન લીધું

ચોટીલા સહિત સમગ્ર ઝાલાવાડના જૈનોએ 9 દિવસ સુધી મીઠું, તેલ, મરચું સહિતના તામસી ખોરાકનો ત્યાગ કર્યો હતો. જ્યારે 24 કલાકમાં ફક્ત 1 વખત સાત્વિક ખોરાક આરોગી અને ઉકાળેલું પાણી પીને સતત 9 દિવસ સુધી આયંબિલની ઓળીની ઉગ્ર આરાધના પૂર્ણ કરી હતી. ચોટીલાની દેરાવાસી ભોજન શાળામાં જૈન શ્રાવકભાઇ બહેનોએ 44 ડિગ્રીની કાળઝાળ ગરમી વચ્ચે 9 દિવસ સુધી 24 કલાકમાં ફક્ત 1 વખત સાત્વિક ભોજન લઇ જીન ભક્તિમાં તરબોળ બની ઉગ્ર આરાધના કરી હતી.

જ્યારે 1 દિવસની આયંબિલ કરનાર કે 9 દિવસની આયંબિલની આરાધના કરનાર આરાધકો માટે તેલ, મરચાં વિનાની સાત્વિક રસોઇ માટે જૈન દાતાઓ અને જે તે ગામોના જૈન સંઘ દ્વારા સ્પેશિયલ રસોડા શરૂ કરવામાં આવ્યાં હતાં. જ્યારે રવિવારનાં એકમની સવારે આયંબિલની ઓળી કરનાર આરાધકો જૈનમ જયતિ શાસનમના નાદ વચ્ચે પારણાં કરાયા હતા. જૈન સંઘોએ આયંબિલની તપસ્યા કરનાર તપસ્વીઓને પારણા કરાવી બહુમાન કરાયા હતા.

સાત્વિક આહારથી ચામડીના રોગો મટ્યા
બેક્ટેરિયા મુક્ત ઉકાળેલું પાણી પીવાથી પેટ, આંતરડા, હોજરીના કોઇ દર્દ થતાં નથી. તેવી જ રીતે આયંબિલની ઓળી દરમિયાન તેલ, મરચાં સહિત અનેક તામસી પદાર્થો વગરનું બાફેલા ભોજન આરોગવાથી ચામડી નારોગ સમુળગા મટી ગયાના દાખલાઓ પણ ભૂતકાળમાં બન્યાં છે.

અન્ય સમાચારો પણ છે...