પારણાં કરાવાયા:જિલ્લામાં વરસીતપની ઉગ્ર તપસ્યા કરનાર જૈન આરાધકોને પારણાં કરાવાયા

ચોટીલા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોટીલામાં વરસી તપના આરાધકોનો વરઘોડો શહેરના મુખ્ય માર્ગ પરથી નીકળ્યો

જૈન ધર્મમાં વરસીતપના મહાન તપનું અનેરું મહત્ત્વ છે. ત્યારે અખાત્રીજના પાવન દિવસે ચોટીલા સહિત સમગ્ર જીલ્લાના ગામોમાં વરસીતપની ઉગ્ર તપસ્યા કરનાર જૈન આરાધકોને શેરડીના રસથી પારણાં કરાવવામાં આવ્યાં હતાં અને ચોટીલામાં આરાધકોનો વરઘોડો નીકળ્યો હતો.

અહિંસા,ઉપવાસ,સત્ય અને કરૂણાને આત્મસાત કરી સમગ્ર વિશ્વમાં જીવદયાની મશાલ ઝળહળતી કરનાર જૈન ધર્મમાં વરસીતપનું ખૂબ જ મહત્ત્વ છે. ત્યારે આખું વરસ આ તપ કરનાર જૈન આરાધકોના શેરડીના રસ વડે પારણાં કરાવવામાં આવ્યાં હતાં.અને ચોટીલામાં વરસીતપની ઉગ્ર તપસ્યા કરનાર તપસ્વીઓનો વરઘોડો શહેરના રાજમાર્ગો પર નીકળ્યો હતો. વરસીતપ એટલે 1 દિવસ ઉપવાસ અને બીજા દિવસે બીયાસણું ફક્ત 2 ટાઇમ સાત્વિક ભોજનઆમ વરસીતપના આરાધકો 400 દિવસ 13 મહીના અને 13 દિવસ આ ઉગ્ર તપસ્યા કરી આત્માને પરમાત્મા સાથે એકાકાર કરી ધર્મ કાર્યમાં મશગુલ બને છે.

અન્ય સમાચારો પણ છે...