તપાસ:ચોટીલામાં લોકશાહી સત્તા પાર્ટીની ઓફિસ પર ITનો દરોડો

ચોટીલા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકીય અગ્રણીની પણ પૂછતાછ કરાયાની ચર્ચા

ચોટીલા ખાતે વહેલી સવારે નેશનલ હાઇ-વે કનૈયા ચોકડી સામે આવેલ રેસfડન્ટ વિસ્તારમાં રાજકીય પાર્ટીની ઓફિસ ઉપર આઇટીનો દરોડો પડ્યો હતો.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ લોકશાહી સત્તા પાર્ટીની ઓફfસ ઉપર 2 ઇનોવા કાર અને પોલીસ બંદોબસ્ત સાથે ઇન્કમટેક્સ વિભાગનાં અધિકારીએ સર્ચિંગ હાથ ધર્યું હતું.

ચોટીલામાં ઇન્કમટેક્સની ટીમ સવારે 6 કલાકે આવી પહોંચી હતી. બંધ ઓફિસ માલિક પાસે ખોલાવી સર્ચિંગ હાથ ધર્યું હતું. તેમજ ચોટીલાનાં એક રાજકીય અગ્રણીની પણ પૂછતાછ કરી હોવાનું કહેવાય છે. જેઓની ઓફિસ પર આઇટી ટીમે ધામા નાખ્યા છે તેને ભાડે આપનારની પણ પૂછતાછ કરી છે.

તેમજ ભાડા કરાર સહિતની નકલો પણ મેળવેલ હોવાનું તેમજ પાર્ટી માટે ભાડે રાખનાર સંદર્ભે વિગતો મેળવી છે. લોકશાહી સતા પાર્ટી (LPS) લખેલ બોર્ડ સિવાય કોઇ મહત્વનાં દસ્તાવેજો મળ્યા કે કેમ તે અંગે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ પાર્ટીના મુખ્ય લોકો સાથે સંકળાયેલા તેમજ પાર્ટી સાથે સંકળાયેલા હોય તેવા લોકો અંગે પણ તપાસ ચાલે છે.

અન્ય સમાચારો પણ છે...