નિરીક્ષણ:ચોટીલામાં મેઘાણી સ્મારક માટે જમીન સંપાદન કરવા અપાયેલી સૂચના

ચોટીલા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શુક્રવારે જિલ્લા કલેક્ટરે સ્થળની મુલાકાત લઈ પ્રાથમિક કામગીરીનું નિરીક્ષણ કર્યું
  • લે-આઉટ અને ડિઝાઈન સહિતની કામગીરી કરી સત્વરે પ્રપોઝલ મોકલવા સૂચન

ચોટીલામાં જન્મેલા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું આગામી સમયમાં કરોડાના ખર્ચે બનનાર સ્મારકની કામગીરી ઝડપથી હાથ ધરાય તે માટે જિલ્લા કલેકટર અને ડીડીઓએ શુક્રવારે સ્થળ મુલાકાત કરી વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરને સદાય ગુંજતી કરનાર ગૌરવવંતા ઝવેરચંદ મેઘાણીના જન્મ સ્થળે સ્મારક રૂ. 5 કરોડના ખર્ચે બનવાની સરકારની જાહેરાત બાદ કાર્યને વેગવાન બનાવવા જિલ્લા પ્રશાસન ગતિશીલ બનેલુ છે. જિલ્લા કલેકટર અને ડીડીઓ કેયુર સી.સંપટ કમિશ્રનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના બળદેવભાઈ દેસાઈ સહિતનાએ તા. 4-3-2022ના રોજ ચોટીલામાં સ્થળ મુલાકાત લીધી હતી.અને મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી મેઘાણી પાસેથી પ્રોજેકટને લગતી છણાવટ કરી ઝીણવટ ભરી માહિતી મેળવી હતી.

મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીએ જણાવ્યુ કે, જિલ્લા કલેકટરે કહ્યુ કે, ચોટીલા સ્મારક માટે નરેન્દ્ર મોદીએ સીધી સૂચના આપી પીએમઓ કાર્યલાયની આ પ્રોજેકટમાં સીધી દેખરેખ છે. નિયમિત રીતે મીટીંગો થવાની છે, આ પ્રોજેકટ નેશનલ લેવલનો છે. જિલ્લા મધ્યાન ભોજન અધિકારી આર.બી.અંગારી, માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર ધોળકિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મીતાબેન ગઢવી, ચોટીલા નાયબ કલેકટર પ્રિયાન્કકુમાર ગલચર, મામલતદાર એ.બી.દેસાઈ, હોમગાર્ડ કમાન્ડર ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિત સ્થાનિક અનેક વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેઓની બેઠકમાં સ્મારક અંગે પરામર્શ કરવામાં આવ્યુ હતુ.

​​​​​​​મેઘાણી સ્મારક પ્રથમ તબ્બકે 6000 ચોરસ મીટરમાં આકાર લેશે, જેના માટે વડાપ્રધાન પણ ઉત્સુક છે એટલે પીએમઓ કાર્યાલયએ સીધી જિલ્લા કક્ષાએથી ચોટીલા મેઘાણી સ્મારકની ડીઝાઇન, લે આઉટ સહિતની માહિતી મંગાવતા તંત્ર દોડતુ થયેલ હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...