મન્ડે પોઝિટિવ:લાયન કોરીડોરમાં ચોટીલાનો સમાવેશ : ઝાલાવાડમાં સર્વ પ્રથમ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાશે

ચોટીલા2 મહિનો પહેલાલેખક: જિજ્ઞેશ શાહ
  • કૉપી લિંક
ચોટીલા તાલુકામાં વિશ્ચ સિંહ દિવસની ઉજવણી માટે ઉજવણી કીટ આવી છે. વિશ્ચ સિંહ દિવસની ઉજવણી માટે પ્રતિજ્ઞાપત્ર બનાવાયા છે. - Divya Bhaskar
ચોટીલા તાલુકામાં વિશ્ચ સિંહ દિવસની ઉજવણી માટે ઉજવણી કીટ આવી છે. વિશ્ચ સિંહ દિવસની ઉજવણી માટે પ્રતિજ્ઞાપત્ર બનાવાયા છે.
  • 10મી ઓગસ્ટે સમગ્ર ચોટીલા પંથકમાં ‘સાવજ ગરજે સાવજ ગરજે’ કાર્યક્રમ યોજાશે
  • 163 શાળામાં : વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે

ચોટીલા તાલુકામાં તા.10મી ઓગસ્ટે પ્રથમ વખત વિશ્વ સિંહ દિવસની ઉજવણી થનાર છે. જે અંતર્ગત મહારેલી સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવનાર છે. આમ વિશ્વ સિંહ દિવસની સમગ્ર ઝાલાવાડમાં સર્વ પ્રથમ વખત ઉજવણી થનાર છે.

ચોટીલા વિસ્તારમાં વર્ષ 2019-2020ના સમર ગાળામાં વનરાજ એવા સાવજ બે પાઠડા 6 માસથી વધુનો સમય વિહરવા આવી પહોચ્યા હતા. જેને પગલે ચોટીલા તાલુકાને લાયન કોરીડોરમાં સમાવેશ થયો છે. કોરોના સમય પછી વન્ય પ્રાણી વિભાગ સાસણ ગીર દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણીના આયોજનમાં ચોટીલાને જોડવામાં આવ્યું છે. જેમાં તાલુકાની તમામ શાળા અને વિદ્યાર્થીઓને ઉજવણીનાં સહભાગી બનાવ્યા છે. આયોજન અંતર્ગત ગીર ફોરેસ્ટના અધિકારી, પંચાળ નેચર કલબ અને વાઇલ્ડ લાઇફ પ્રેમીઓએ તાલુકાની તમામ શાળાનાં આચાર્ય સાથે બેઠક યોજી ઉજવણીનો મુખ્ય હેતુ અને સિંહ સંરક્ષણ સંકલ્પ સહિતનાં કાર્યક્રમો અંગે આયોજન કરવામાં આવ્યું છે.

ભવિષ્યમાં સિંહ વસવાટની પૂરી શક્યતા
સિંહ વસવાટ ગીર બહાર જ્યાં પણ થયો છે તેની એક પેટર્ન રહી છે. જે વિસ્તારમાં કેટલાક મહિનાઓ વિહરે છે તે પંથકમાં લાંબા ગાળે વસવાટ કર્યા છે.ચોટીલા પંથકમાં પણ આવી જ સંભાવના રહેલી છે અહીંનાં લોકો ગીરની જેમ સાવજ વચ્ચે રહેવા ટેવાયેલા નથી. એટલે અહીં વન્ય જીવન અને માનવ જીવન નો સમન્વય માટે આ પંથક સિંહના સંરક્ષણ અને સવર્ધન માટે જાગૃત બને તે જરૂરી છે. > મયુરસિંહ ઝાલા, પાંચાળ નેચર કલબ

25 હજાર વિદ્યાર્થી અને નાગરિકો સહભાગી બનશે
સમગ્ર કાર્યક્રમની રૂપરેખા સાસણ વન વિભાગ દ્વારા કરાય છે.તાલુકાની સરકારી અને ખાનગી 163 શાળાનાં 25 હજારથી વધુ વિદ્યાર્થી અને નાગરિકો સહભાગી બનશે. 10 મીએ પ્રથમ મુખ્યમંત્રી બાય સેટ દ્વારા સંબોધન કરશે પછી રેલી સહિતનાં કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...