તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:પાવન પર્વાધિરાજ પર્યુષણનો શુભારંભ, 8 દિવસ સુધી જૈનો કંદમૂળ, રાત્રિ ભોજનનો ત્યાગ કરશે

ચોટીલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ચોટીલાના દેરાસરમાં આંગી શણગાર. - Divya Bhaskar
ચોટીલાના દેરાસરમાં આંગી શણગાર.

જૈન ધર્મમાં અતિ મંગલ અને પાવનકારી પર્વાધિરાજ પાવન પર્યુષણપર્વનો આજથી શુભારંભ થતાં સમગ્ર ઝાલાવાડના દેરાવાસી અને સ્થાનકવાસી જૈનોમાં હરખની હેલી વરસી છે. પર્યુષણ પ્રસંગે દેરાસરોમાં તિર્થંકર દેવોને આંગી શણગાર, ઉપાશ્રયોમાં સાધુ સાધ્વીજીઓ દ્વારા વ્યાખ્યાન સહિતના ધાર્મિક કાર્યો શરૂ થશે. જૈન ધર્મમાં અતિપાવન ગણાતાં પર્યુષણપર્વનો આજે શુક્રવારથી પ્રારંભથતાં સમગ્ર જીલ્લાના દેરાસરો‌માં બીરાજમાન તિર્થંકર પ્રભુજીઓ‌ને બાદલો, વરખ, મખમલ, ફુલો, અરીસા, રંગબેરંગી ટીકી, સોના ચાંદીના વરખ, હીરા મોતી સહિત વિવિધ વસ્તુઓથી સુંદર કલાત્મક આંગીના શણગાર થશે.

જ્યારે દેરાસરોમાં રાત્ર ભાવનામાં પ્રભુજીના ગુણગાનનું ધાર્મિક ગીતો દ્વારા ગાન થશે.જયારે જૈનો પર્યુષણ દરમ્યાન આઠ દિવસ સુધી લીલા શાકભાજી , કંદમુળ સહિતની વાનગીઓનો ત્યાગ કરી ફક્ત કઠોળનો આહાર કરશે. જયારે જીલ્લાના વિવિધ ગામોના ઉપાશ્રયમાં ચાતુર્માસ બીરાજમાન સાધુ સાધ્વીજી ઓના શ્રીમુખેથી અપાતા વ્યાખ્યાનનો લાભ લેવા જૈન શ્રાવક શ્રાવિકાઓ ઉમટશે.અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે કોરોનાના કારણે ગયા વર્ષે પર્યુષણ પર્વનો ઉત્સાહ સાવ મંદ હતો અને જૈનો એ ઘરે બેઠા પર્વની સાદાઇથી ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...