ભક્તોમાં ખુશી:ચામુંડા માનાં મંદિરે કોઈએ બાધા માની તો કોઈએ ઘૂંટણિયા ભરીને માનતા પૂરી કરી

ચોટીલા6 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના મંદિરો કોરોના મહામારીના કારણે બંધ હતા. તેને ભક્તો માટે આજે ઘણા દિવસો બાદ ખુલ્લા મુકવામાં આવતા પ્રથમ દિવસે દર્શન કરી ભક્તો ભાવ વિભોર થઇ ગયા હતા. જેમાં ભગવાનના દર્શન અને સેવા પુજા સહિતનો લાભ કોરોના ગાઇડ લાઇન પ્રમાણે કરવામાં આવ્યો હતો. રાજ્યનાં પવિત્ર યાત્રાધામ પૈકી ચામુંડા માતાજી મંદિરના દ્વાર શુક્રવારે સવારે સાત કંલાકે ખુલે તે પહેલા ખુબ ઓછી સંખ્યામાં ભાવિકો પગથિયા ગેઈટ પર આવી પોહચ્યા હતા.તેમને સેનીટાઇઝ કરાવી, માસ્ક અને ડીસ્ટન્સ જળવાય તે રીતે 20 યાત્રિકોની મર્યાદામાં ડુંગર ચડવાનું શરૂ કરેલ હતું.

57 દિવસ બાદ મંદિરના ખુલતા આજે સુરત, વડોદરા, અમદાવાદ, બોટાદ, રાજકોટ, જામનગર સહિતના ગુજરાત ભરના અંદાજે બે હજાર જેટલા માઇભક્તો માનતા પૂર્ણ કરવા માતાજીનાં દ્વારે પોહચી ભાવ વિભોર બન્યા હતા. આ અંગે પ્રથમ યાત્રી એવા જામનગરના મનજીભાઈ રાઠોડે કહેલ કે તેમને પુત્રી જન્મ સમયની બાધા હતી.

ચાર માસની થઈ આજે મંદિર ખોલતા પ્રથમ માનતા પૂરી કરી અને ફ્રી મંદિર ના દ્વાર બંધ ન થાય તેવી પ્રાર્થના કરી હતી.શ્રધ્ધા અને આસ્થા માતાજી પ્રત્યે લાખો ભાવિકો ની અલગ અલગ હોય છે. બોટાદના રબારી વિભાભાઈ મોરી તેમના ભાઇને શારીરિક તકલીફ નું અનેક પ્રયાસ કરવા છતાં નિરાકરણ ન થતા ઘુટણીયે ડુંગર ચડવાની બાધા રાખેલ જે આજે ખુલતા તે પુરી કરવા આવી પોહચી હતી.

પ્રથમ ટુકડી સાથે શ્વાન પણ મા ચામુંડાને શરણે પહોંચ્યો

​​​​​​​ડુંગર આસપાસ કેટલાક શ્ચાનો રહે છે જેમા નો એક શ્ચાન આજે સવારે સાત કંલાકે પ્રથમ યાત્રિક ટૂકડીની આગળ પ્રથમ યાત્રી બની ડુંગર ઉપર પહોચેલ અને માતાજી સમક્ષ ગર્ભગૃહમાં પોહચી થોડો સમય દર્શનાર્થી જેમ જ માં ચામુંડાની પ્રતિમાં નિહાળી નિકળી ગયા હતા. આ ઘટના કુદરતી છે પરંતું કોઇ એવી અલૌકિક શકિત છે જેના પ્રત્યે કાળા માથાના માનવી સાથે અબોલ જીવ પણ ઝૂકે છે. તેવું ચોટીલા ગબ્બર ખુલવાના પ્રથમ દિવસના ગ્રાઉન્ડ રીપોર્ટમાં જોવા મળ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...