ચોટીલાના ગ્રામ્ય પંથકમાં જુગારીઓની જામતી મોસમ પર પોલીસની પણ ચૌકની બની છે.ત્યારે સણોસરા ગામે જાહેરમાં રમતા જુગાર પર દરોડો પાડતા 23,100 ના મુદ્દામાલ સાથે 5શખસોને પકડી પાડ્યા હતા. સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડાની સુચનાથી ચાર દિવસની ખાસ પ્રોહી જુગારની ડ્રાઇવ ચોટીલા પોલીસે હાથ ધરી છે.
ટીમમાં પીઆઇ આઇ.બી.વલવી પોલીસ સ્ટાફ સાથે બુધવારે પેટ્રોલીંગમા હતા તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી. હકીકત મળેલ કે સણોસરા ગામમાં જાહેરમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. આ ખાનગી હકિકતના આધારે એમ.આર.રાજપરા એમ.એસ.રાજપરા, વી.એચ.ખટાણા, નરેશભાઇ વિભાભાઇ, જયસુખભાઇ, સહિતનાએ દરોડો કર્યો હતો.
જ્યાં જાહેરમાં જુગાર રમતા મહિદડના બાબુભાઇ સુરાભાઇ કુમારખાણીયા, સણોસરાના અનિલભાઇ અમરશીભાઇ રંગપરા, શૈલેષભાઇ સુરેશભાઇ રંગપરા, ગોરધનભાઇ કુકાભાઇ રંગપરા, ભીમોરાના જયંતિભાઇ ભીખાભાઇ શીયાળને રૂ. 15.100 અને મોબાઇલ નંગ 4મળીને કુલ રૂ. 23,100 ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. આ પકડાયેલા તમામ વિરૂદ્ધ જુગારધારા મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.