ટીબી નિર્મૂલન અંતર્ગત તાલીમ:ઝાલાવાડમાં 2021માં 3475 નવા ટીબી દર્દી નોંધાયા, 1195 જેટલા મુક્ત થયા

ચોટીલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોટીલા ખાતે ટીબી નિર્મૂલન અંતર્ગત તાલીમ યોજાઇ

જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ગુરૂવારના રોજ ચોટીલા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે સૂરેન્દ્રનગર જિલ્લાના એક વર્ષમાં શોધાયેલા નવા દર્દીઓ, સાજા થયેલા દર્દીઓ અંગે નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ તાલીમ દરમિયાન માહિતી આપી હતી. બ્લોક હેલ્થ કચેરી ચોટીલા ખાતે તાલુકાના આરોગ્ય કમૅચારીઓની બે દિવસ તાલીમ શિબિર યોજાઈ હતી.

ટીબી બિમારીની નવી દવાઓની ગાઈડ લાઈન અંગે વાકેફ કરવા અને ગ્રામ્ય કક્ષાએ કામ કરતા દરેક કર્મચારી નવી દવા, નવા સાધનો સહિતની માહિતીથી માહિતગાર કરવા ટીબી નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત તાલીમનું આયોજન કરાયું હતું. જિલ્લા ક્ષય અધિકારી ડૉ ચેતનભાઈ પટેલ ઉપસ્થિત રહી લેટેસ્ટ ટેકનોલોજી અને નવી દવા અંગે ઝીણવટ ભરી માહિતી આપી હતી. જેમા જણાવેલુ કે જિલ્લામાં 45 ડેઝીગ્નેટેડ માઇક્રોસ્કોપ સેન્ટરો છે, 70 PHI છે જ્યાં ટીબુની સારવાર અપાય છે, આધુનિક સીવીનાર અને ટૂનાર્ટ મશીનોને કારણે નિદાન સમયમાં ઘટાડો થાય છે.

કિશોરભાઈ પટેલ તથા પાર્થભાઈ ચૌહાણ દ્વારા વિવિધ પ્રેઝનટેશન થકી કર્મચારીઓને માર્ગદર્શન અપાયુ હતુ. તાલીમમાં આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ, હેલ્થવર્કરો, સુપરવાઇઝર, મેડીકલ ઓફિસર, આયુષ મેડીકલ, કોમયુનીટી હેલ્થ ઓફિસર સહિતનાને તાલીમ અપાઈ હતી. તાલીમ દરમિયાન માહિતી આપેલી કે હાલ તાલીમ માં તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.બી.કે.વાધેલા.તાલુકા ટીબી સુપર વાઈઝર એ એન માથકીયા ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા ક્ષય અધિકારી ચેતન પટેલે જણાવ્યું કે, હાલ રોજ 10 થી 15 કેસો સોધાય છે, ઝાલાવાડમાં 1 જાન્યુઆરી થી આજ સુધીમાં ટી.બી દર્દીઓના 3475 નવા કેસો નોંધાયા છે,1195 જેટલા ટીબી મુક્ત થયા છે,હાલ અમારી પાસે સમગ્ર જિલ્લામાં 2280 દર્દીઓ સારવાર હેઠળ છે. નિર્મૂલન અંતર્ગત ફ્રન્ટ લાઇન સોલ્જરની કૌશલતામાં વધારો અને અપડેટ થાય તે માટે આ તાલીમ યોજાયેલી છે.

અન્ય સમાચારો પણ છે...