બળાત્કારની કલમો દાખલ:ચોટીલાના નવાગામમાં 13 વર્ષની સગીરાને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું

ચોટીલા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ચોટીલાના નવાગામ (દેવપરા)ની ઘટના પોક્સો, બળાત્કારની કલમો દાખલ કરાઈ

ચોટીલા પંથકમાં પ્રેમ સંબધમાં ફસાવી ભોળી છોકરીઓને લલચાવી ફોસલાવી ભગાડી જવાના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે નાની મોલડી પોલીસ મથક નીચેના નવાગામ (દેવપરા) ગામે 13 વર્ષની સગીરા ભગાડી જનારને સીપીઆઈની ટીમે તાત્કાલિક પકડી પાડી પોસ્કો બળાત્કાર સહિતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલા તાલુકાના નવાગામ (દેવપરા)ની સીમમાં બાવળિયા સવશીભાઇ ઘુસાભાઇની વાડી ભાગીયું રાખી ખેત મજૂરી કરતા મૂળ વીછિંયા તાલુકાના અજમેર ગામનો ખેડૂત પરિવારની આશરે 13 વર્ષની દિકરીને રાજકોટના ધમલપુર ગામનો યુવાન ધરજીયા વિજયભાઇ ઓઘડભાઇએ ફરિયાદીની દીકરી સગીર વયની હોવાનું જાણવા છતાં આરોપીએ પ્રેમ સબંધ બાંધી લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણા માથી લઇ ગયો હતો.

જ્યારે ભોગ બનનાર સાથે અવાર નવાર બળાત્કાર કરી ગુનો કર્યા અંગે સર્કલ પીઆઇને ફરિયાદ કરીલ હતી. નાની મોલડી પોલીસમાં સર્કલ પીઆઇ ડી.એમ. રાવલે રૂબરૂ સગીરાના માતાની ફરિયાદ ઉપરથી આરોપી વિરૂદ્ધ અપહરણ, બળાત્કાર, તેમજ પોકસો સહિતની કલમે ગુનો દાખલ કરી તપાસ હાથધરી આરોપીને ગણતરીની કલાકોમાં હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...