તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ચોટીલાના નાનાકાંધાસર ગામે 104 છોડ વાવેલા લીલા ગાંજા સાથે ખેડૂત ઝડપાયો

ચોટીલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 7.26 લાખનો મુદ્દામાલ ઝડપી પોલીસે ડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધ્યો

ચોટીલા પંથકમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગ્રામ્ય પંથકમાં ગાંજાની ખેતી પકડાય છે. જેમાં અગાઉ રાજપરા, ખેરડી, ભીમોરા પીયાવાની સીમમાં વાવેતર પકડાયું છે. ત્યારે ફરી નાના કાંધાસર ના અણસમજુ ખેડૂત પકડાતા ચર્ચા નો વિષય બન્યો છે.

આ અંગે પોલીસ મથકથી પ્રાપ્ત માહિતી મુજબ નાના કાંધાસરના ખેડૂત રમેશભાઇ લીંબાભાઇ મેણીયાએ તેની વાડીમાં અન્ય પાક સાથે બે જેટલા ચાસમાં વેચાણ કરવા માટે ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કર્યું હતું. જે અંગે એસઓજીની ટીમને સચોટ હકીકત મળતા સ્થળ ખરાઇ કરી બુધવારના સાંજે પીઆઇ બી.એમ.રાણા, રવીભાઇ ભરવાડ, દાજીરાજસિંહ રાઠોડ, ડાયાલાલ પટેલ, સહિતના સ્ટાફે છાપો મારી વાડીમાં વાવેલ 104 ગાંજાનાં છોડ જેનું વજન 90.800 ગ્રામ શોધી કાઢી રૂ.7,26,400 અને 1 મોબાઇલ પકડી પાડ્યો હતો.

અજાણ્યા શખસે ગાંજાનાં બી આપ્યાં હતાં
પકડાયેલ શખસ ખૂબ સાધારણ ખેડૂત છે તેના પત્ની છેલ્લા ઘણા સમયથી બીમાર હોવાથી સારવાર પાછળ ખર્ચ મોટો છે. ટૂંકી જમીન છે તેમાં પણ દોઢ બે વિઘા વેચી દેવી પડી છે. પત્નીની સારવાર માટે પાચેક મહિના પહેલા રાજકોટ હતા. ફેરિયા જેવા અજાણ્યા શખસે ગાંજાના બી આપ્યા હતા. ઘરની પાછળ જ વાડીમાં વાવ્યા હતા.આ ગૂનાની ગંભીરતા કે કાયદા અંગે અજાણ હોવાનું જણાય છે.

9 કલાક સુધી કામગીરી ચાલુ રહી હતી
ખાનગી બાતમી મળતા દરોડો કરાયો હતો. જેમાં ગાંજો પકડાતા પોણા છ વાગ્યાથી રાતના બે કલાક સુધી કામગીરી ચાલી હતી. ગાંજો ચાર પાચ મહિના પહેલા રીંગણી વચ્ચે વાવ્યો હતો. મોટા ભાગના છોડ કાઢી નાખ્યા હતા. થોડા ઘણા ઊભા હતા તે શોધી તમામની લંબાઇ ઘેરાવો સહિતની નોંધ કરી મુદ્દામાલ કોથળામાં ભરી સીલ કર્યા છે. > બી.એમ.રાણા, પીઆઇ

અન્ય સમાચારો પણ છે...