સમસ્યા:ચોટીલામાં રસ્તાઓ પર ધૂળ ઊડતાં વેપારીઓ પ્લાસ્ટિકની આડ રાખવા મજબૂર

ચોટીલા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાના- મોટા વાહનોથી ધુળ, કાંકરી ઉડવાની સમસ્યા સર્જાઇ

ચોટીલા પાલિકાના બસસ્ટેશન રોડ પર પાલિકા દ્વારા નલ સે જલના કામ માટે પાઇપલાઇન નાંખવા મુખ્ય રસ્તો તોડાયો છે.આથી બિસ્માર રસ્તા પરથી રાજકોટ જવા રસ્તોહોવાથી થાન તરફથી આવતા વાહનોના લીધે ધુળ કાંકરી ઉડવાની સમસ્યા છે. આથી આ રસ્તે દુકાનદારો વસ્તુઓ પ્લાસ્ટીકની આડશ કરી બચાવવા મજબુર બન્યા છે.

ચોટીલા શહેરમાં બસ સ્ટેશન રોડ પર હાલ નગરપાલિકા દ્વારા જલ સે નલ યોજના અંતર્ગત હાલ પાઇપ લાઇનનું કામ ચાલુ છે. આ શહેરના મુખ્ય રોડ તોડી પડાતા હાલ રાજકોટ તરફ જવાનો રસ્તો ચાલુ હોવાથી થાનગઢ તરફથી આવતા જતા વાહન તેમજ શહેરની નાના-મોટા વાહનો અવરજવર વધારે પ્રમાણે હોવાથી રસ્તા પર ધૂળ અને કાકરી ઉડે છે.

આથી આ રસ્તા પર આવેલી દુકાનો ધૂળ ઉડતા વેપારીના માલ સામાન ખરાબ થવાની વેપારીઓની રાવ ઉઠવા પામી છે. જ્યારે પાન કોલ્ડ્રિંકના વેપારી દ્વારા પોતાની દુકાન ફરતે પ્લાસ્ટિકનો કાગળ લગાડીને ધૂળથી બચવા નવતર પ્રયોગ કર્યો હતો. હાલ વેપારીઓ રોડ અને પાઈપ લાઈનમાં કામ ઝડપ થી પૂર્ણ થાય તેની રાહ જોઈ રહ્યા છે. આ અંગે નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ જલ સે નલ અંતર્ગત પાઇપ લાઇન માટે ખોદકામ કર્યુ છે.

અન્ય સમાચારો પણ છે...