તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:ચોટીલામાં વૃદ્ધા પુત્રને ઘરે ગયાં ને તસ્કરો 50 હજારની મતા લઇ ફરાર

ચોટીલા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ધમધમતા રામચોક વિસ્તારમાં ધોળે દિવસે ઘરફોડી
 • 2 સોનાની વીટી, 3 ચાંદીના સેટ, 1 કરડો, 1 પેંડલ અને 2 હજાર રોકડાની તસ્કરી : પોલીસે CCTVની તપાસ હાથ ધરી

ચોટીલાના રામચોક વિસ્તારમાં રહેતા જ્યોતિબેન હસમુખલાલ પારેખ ગુરૂવારે બપોરે 12.30 ના અરસામાં તેમના ઘરને તાળા મારી ચિત્રકુટ સોસાયટીમાં રહેતા પુત્ર ચેતનના ઘરે જમવા ગયા હતા. 2 કલાકે પરત ઘરે આવતા તાળા તુટેલા હતા રૂમના દરવાજા ખુલ્લા હતા અને કબાટ સેટી સહિતનો સરસામાન વેર વીખેર રફેદફે હતો.આમ દોઢ કલાકના સમયમાં દિનદહાડે કોઇ તસ્કરો તસ્કરી કરી ગયા હતા ઘરમાં કોઇ મોટો દલ્લો તો નોહતો પણ 2, સોનાની વીટી ,3 ચાંદીના સેટ,1 કરડો, 1 પેંડલ અને આશરે બે હજાર જેટલા રોકડા મળી 50 હજાર જેટલા મુદ્દામાલની ધોળા દિવસે ચોરી થતા વૃધ્ધ દંપતી અવાચક બની ગયા હતા.

આ બનાવની જાણ કરાતા ચોટીલા પોલીસ ધોળા દિવસે બનેલ ઘટનાનો ભેદ ઉકેલવા આસપાસનાં CCTVનો અભ્યાસ કરી રહી છે. આમ અવારનવાર ચોરીના બનાવોને લીધે તસ્કરોને પકડવા ખાસ સ્કીમ બનાવી શહેરમાં કડક પેટ્રોલીંગ ગોઠવવું જરૂરી બન્યુ છે. આ અંગે ભોગ બનનારા જ્યોતિબેન પારેખે જણાવ્યું હતું કે ભરબજારમાં આટ આટલી પબ્લીક વચ્ચે ચોરી થાય છે. છતા પબ્લીક કેમ કંઇ કરતી નથી તેવા સવાલ સાથે ચોર ગેંગને પોલીસ પકડી ચોટીલાને તસ્કરોના તરખાટથી મુક્ત કરાવે તેવી લાગણી અને માંગણી વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો