મોંઘવારી:ચોટીલામાં મીઠાઇ- ફરસાણને મોળા વરસની અસર પડી

ચોટીલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ચોટીલા શહેરમાં નવ દિવસની નવરાત્રી બાદ દશેરાના દિવસે ફરસાણ મીઠાઇના ધંધાર્થીઓને મંદીની અસર જોવા મળી હતી.જેમાંને વેપારીઓને ઘરાકી મા મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

ચોટીલા વિસ્તારમાં ઉદ્યોગો નથી જેથી અહીંયાના વેપાર ધંધા ખેતીને આધિન હોય છે ચાલુ વર્ષે કોરોનાનો માર, વરસાદ ખેંચાયો, દુષ્કાળની દહેશત પાછોતરો વરસાદ પડતા ખેતીને મોટુ નુકશાન થયું છે. જેના કારણે વરસની મોટી અસર તહેવાર ઉપર પણ જોવા મળી છે. દશેરાના દિવસે જે તડાકો ફરસાણ મીઠાઇની દુકાનો ઉપર જોવા મળતો તેની બદલે ખૂબ ઓછા પ્રમાણમાં ગરાકી રહી હતો. ધંધાર્થીઓએ બજારનો રૂખ મુજબ 40 ટકા મીઠાઈઓ ઓછા પ્રમાણમાં બનાવ્યા હતા. તેમ છતા આ વર્ષે તેઓને માલ પડ્યો રહેલા છે. દશેરાના તહેવારની ગરાકી જોતા દિવાળી ચમક વગરની જશે તેવી દહેશત ચોટીલાના વેપારીઓ સેવી રહ્યા છે. આમ કોવીડનો માર, ખેતીને નુકશાન, આર્થિક સંકડામણની અસર વેપાર ધંધા પર પડી છે. આ અંગે દિનેશભાઇ ખખ્ખર લોહાણા અગ્રણીએ જણાવ્યુ કેચોટીલા ફરસાણ મીઠાઇના વેપાર સાથે સંકળાયેલ વેપારીએ 40 % માલ ઓછો બનાવેલ તેમ છતા માલ પડ્યો રહેલ છે. પ્રમાણમાં ખૂબ ગરાકી ઓછી જોવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...