ચોટીલામાં ચૈત્રી પૂનમ પ્રસંગે દર વર્ષની જેમ આ વર્ષે પણ દેરાવાસી જૈન સંઘમાં પાલિતાણાના પવિત્ર શેત્રુંજય પર્વત કંડારેલા પટજીના ભાવપૂર્વક દર્શન કર્યા હતા. અને ભાવપૂર્ણ યાત્રા કરવાનો લહાવો જૈન સમાજના ભાઇ-બહેનોએ લીધો હતો.
ચોટીલામાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્રી પૂનમના દિવસે કાપડ ઉપર કલાત્મક રીતે કંડારેલા પટજીના દર્શન જૈનોએ કર્યા હતા. અને જૈનોના મહાન તિર્થ શેત્રુંજય ડુંગર ઉપર બીરાજમાન જૈન મંદિરોની પ્રતિકાત્મક ભાવાત્મક યાત્રા કરી ધન્યતા અનુભવી હતી.
જે જૈનો પાલિતાણા જઇ શકે તેમ ન હોય તેવા જૈનો દર વર્ષે કાપડ ઉપર અંકિત કરેલા પાલિતાણાના પવિત્ર શેત્રુંજય ડુંગર ઉપર બીરાજમાન જૈન મંદિરો અને તિર્થંકર દેવો ના પ્રતિકાત્મક દર્શન કરી ભવયાત્રા કરે છે. ત્યારે આ વર્ષે પણ ચોટીલાની દેરાવાસી ભોજનશાળામાં પટજીના દર્શન કરી ભાવયાત્રા કરી હતી.
જ્યારે પૂનમે ચોટીલાની દેરાવાસી ભોજનશાળામાં કાપડ ઉપર શેત્રુંજય મહાતિર્થ અંકિત કરેલા સુંદર પટના દર્શન રાખવામાં આવ્યાં હતાં. ત્યારે દેરાવાસી જૈન મહિલાઓ, યુવક યુવતિઓ અને તમામ શ્રાવકોએ પટજી સમક્ષ અક્ષતથી સ્વસ્તિક કરીને શ્રીફળ, ફ્રૂટ, સાકર, મીઠાઇ મુકી ચૈત્ય વંદન કરી 108 ખમાસમણા સાથે જૈનોના મહાતિર્થ શેત્રુંજય પર્વતની પ્રતિકાત્મક ભાવયાત્રા કરી હતી. જયારે આ પ્રસંગે તમામે ભાતુ આરોગીને સાક્ષાત પાલિતાણાની યાત્રા કર્યાની અનુભૂતિ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.