પરંપરા યથાવત્:ચોટીલામાં પર્યુષણના સમાપન બાદના જલજાત્રાના વરઘોડાની પરંપરા યથાવત્

ચોટીલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ચોટીલામાં દેરાવાસી જૈનોના પર્યુષણ બાદ જલજાત્રાનો વરઘોડો નીકળ્યો હતો. - Divya Bhaskar
ચોટીલામાં દેરાવાસી જૈનોના પર્યુષણ બાદ જલજાત્રાનો વરઘોડો નીકળ્યો હતો.
  • જૈન ધર્મના અતિ મહાન ધર્મગ્રંથ 45 આગમો સાથે વાજતેગાજતે શહેરમાં વરઘોડો નીકળ્યો : આ પ્રસંગે દેરાવાસી શ્રાવક-શ્રાવિકાઓ ઉમટ્યાં

ચોટીલામાં દેરાવાસી જૈનોના પર્યુષણ પર્વની સમાપના બાદ છેલ્લાં 60 વર્ષ ઉપરાંત સમયથી શહેરમાં તિર્થંકર પ્રભુજીની મૂર્તિઓ સાથે વાજતે ગાજતે જલજાત્રાનો વરઘોડો નીકળવાની પરંપરા આજે પણ યથાવત છે. શુક્રવારે જૈનોના અતિ મહાન ગ્રંથ જૈન આગમો સાથે વરઘોડો નીકળતાં જૈન શ્રાવક શ્રાવિકા ઓ ઉમટ્યાં હતાં.

ચોટીલામાં તાજેતરમાં પર્વાધિરાજ પાવન પર્યુષણની સમાપના થઇ હતી. ત્યારે શુક્રવારે જૈન તિર્થંકર પ્રભુજીની દિવ્ય મૂર્તિઓ અને 45 આગમ પોથીઓ સાથે શુક્રવારે જલજાત્રાનો વાજતે ગાજતે વરઘોડો નીકળતાં ચાતુર્માસ બીરાજમાન સાધ્વીજી મહારાજ સાહેબો સહિત દેરાવાસી જૈનો હર્ષભેર જોડાયાં હતાં.

જૈન ધર્મના અતિ મહાન આગમ ગ્રંથની 45 પોથીઓ મસ્તક ઉપર ઉપર ધારણ કરીને દેરાવાસી શ્રાવિકા બહેનો આ વરઘોડામાં ખુબ જ ભાવભેર જોડાઇ હતી. ચોટીલાના દેરાવાસી જૈનોના પર્યુષણ પર્વની સમાપના બાદ છેલ્લાં 60 વર્ષ ઉપરાંત સમયથી જલજાત્રાનો વરઘોડો નીકળે છે. વર્ષો જુની આ પરંપરાનું અત્યારે પણ ખુબ જ ચુસ્ત રીતે પાલન થાય છે. જલજાત્રાના વરઘોડા પ્રસંગે સ્વામી વાત્સલ્યમાં પણ દેરાવાસી જૈનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...