ચૂંટણી:2017માં ભાજપને નુકસાન કરનારા શામજીભાઈનેે બળવાખોરી ફળી

ચોટીલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત ચૂંટણીમાં ટિકિટ ન મળતાં કૉંગ્રેસમાં જોડાયા હતા

ભાજપ દ્વારા ઉમેદવારોને અડધી રાત્રે ટેલિફોનિક સૂચના આપતાં ચોટીલા લીમડીના ઉમેદવારે મા ચામુંડાનાં દર્શન કર્યાં હતાં. મહંત પરિવારે માતાજીની ચુંદડી ઓઢાડી, પ્રતિમા આપી આશીર્વાદ આપ્યા હતા. ચોટીલા માટે 2017માં ભાજપે ટિકિટ ન આપતાં બળવો કરનારા શામજીભાઇ ચૌહાણને 2022માં ટિકિટ અપાતાં ભાજપના કાર્યકરોમાં ચણભણ શરૂ થઈ છે. રાજકોટ રહેતા ચૌહાણ કુવાડવાના ગ્રામ્ય વિસ્તારના વતની છે. ચોટીલા તાલુકામાં રાજકીય શરૂઆત અપક્ષ ઉમેદવાર તરીકે કર્યા બાદ 2009ની પેટાચૂંટણીમાં શિવસેનામાંથી ચૂંટણી લડ્યા હતા.

નોંધનીય મતો મેળવી તેઓનું ચોટીલા તાલુકામાં રાજકીય પકડ સાબિત કરી હતી. 2012ની જનરલ ચૂંટણીમાં ભાજપે ટિકિટ આપતાં વિજેતા બની સંસદીય સચિવ બન્યા હતા. 2017માં ભાજપમાં કપાતાં બળવો કરી કૉંગ્રેસમાં જોડાઈ મદદ કરી લોકસભાની કૉંગ્રેસમાં ટિકિટની અપેક્ષા પૂરી ન થતાં પક્ષ છોડ્યો હતો. ચોટીલા બેઠક પર કૉંગ્રેસનો કબ્જો છે. આપ મેદાનમાં છે, જેથી ત્રિપાખીયો જંગ છે. તેવા સમયે હજુ સોમાભાઇ પટેલે અપક્ષ ઉમેદવારી માટે જાહેરાત કરી છે. ત્યારે સ્થાનિક 20 જેટલા દાવેદારો ભાજપના આગેવાનો હતા, જેમા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ, તાલુકા પંચાયતનાં ઉપ પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્ય તેમજ દુધઇ

અન્ય સમાચારો પણ છે...