તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ સમાજમાં રોષ:ચોટીલાના રાજપરામાં રસીકરણમાં ફરજ બજાવતા બે શિક્ષકોને TPOએ કહ્યું, ‘5 મિનિટમાં હાજર નહીં થાવ તો બન્નેનું કેરિયર ખરાબ થઈ જાશે’

ચોટીલા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ચોટીલાના રાજપરા ગામે રસીકરણની કામગીરીમાં 2 શિક્ષક 5 વાગ્યે જતા રહેતાં પ્રાંત અધિકારીએ ટીપીઇઓ સાથે કરેલી વાતચીતથી વિવાદ

ચોટીલા તાલુકામાં રસીકરણની કામગીરીમાં રાજપરા ગામે 2 શિક્ષકો 5 વાગ્યે જતા રહેતા પ્રાંત અધિકારીએ ટીપીઇઓ સાથે કરેલી વાતચીતથી વિવાદ સર્જાયો છે. શુક્રવારના રાજપરા ગામે રસીકરણ કામગીરી ચાલુ હતી. જે બાબતે જેમા 2શિક્ષકો પણ જોડાયા હતા. જેઓ સાંજે 5 કલાકે જતા રહેલા.

આ બાબતે પ્રાંત અધિકારીએ તાલુકા શિક્ષણાધિકારીને ફોન કરી આ શિક્ષકોને કારણદર્શક, આજની બિન પગારી રજા, ડિસિપ્લિન માટે એક્શન, સેવા ચૂક શા માટે તમે નોટિસ તૈયાર કરી આવજો, જો આ બન્ને 5 મિનિટમાં જ્યાં હોય ત્યાંથી હાજર નહીં થાય તો કેરિયર ખરાબ થઈ જાશે, માસ્તરો 2 વર્ષથી રજા કાપે છે ને અત્યારે કામમાં આવું ? આ માસ્તરોને ફોન કરો એમનું શું કહેવું છે જેવી વાતચીત કરતા શિક્ષક સમાજમાં રોષની લાગણી સાથે વિવાદ સર્જાયો છે.

ચોટીલા તાલુકા અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના દેવભાઇ સભાડ, ગંભીરસિંહ બોરાણા, દિપેન્દ્રભાઇ ધાધલ, ઘનશ્યામભાઈ મેણીયા સહિતનાએ ઉચ્ચકક્ષાએ લેખિત રજૂઆત આપી છે. જેમા જણાવ્યું છે કે શિક્ષકો સમયસય હાજરી વેકસિનેશનમાં નિભાવી રહ્યા છે. ચોટીલાના પ્રાંત ચોધરી દ્વારા રાજપરા પે સેન્ટરના શિક્ષકોને સવારે 9થી રાત્રી 11.30 હાજર રહેવા જણાવેલ મૌખિક સૂચનાઓ અમલ ન કરે તો અનેક પગલાઓ અને કેરિયર ખરાબની ધમકી આપેલ જેથી 2 શિક્ષક 11.45 સુધી હાજર રાખેલા તેમજ પ્રાંત અધિકારી દ્વારા શિક્ષકો વિશે અપમાનજનક શબ્દો કહેલા છે. જેની સમગ્ર શિક્ષકોની લાગણીને ઠેસ પહોચી છે.

અમારા શિક્ષકોને અધિકારી દ્વારા ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવશે તો જિલ્લામાં તમામ તાલુકામાં આવેદન દેવાની ફરજ પડશે, અધિકારી મૌખિક સૂચનાથી કામગીરી કરાવી રહ્યા છે તે યોગ્ય નથી લેખિત હુકમ આપવામાં નહી આવે તો મૌખિક સૂચનાનો અમલ કરાશે નહીં તેમ જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...