તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:બાળકના ઓપરેશન માટે દારૂની ખેપ મારુ છું, ચાલક

ચોટીલા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પકડાયેલ આરોપી - Divya Bhaskar
પકડાયેલ આરોપી
 • ચાણપા પાસેથી દારૂ ભરેલી ટ્રક પકડાઇ હતી, આરોપીને રાજસ્થાન તપાસમાં લઇ જવાશે

ચાણપા પાસેથી જીપીએસ ફીટ કરેલા ટ્રેલરમાંથી વિદેરી દારૂ સાથે ચાલક પકડાયો હતો. જેના ચોટીલા કોર્ટે 7 દિવસના રીમાન્ડ મંજુર કરતાં આરોપીએ પોતાના નાના બાળકના હાર્ટના ઓપરેશન માટે દારૂની ખેપ મારતો હોવાનું અને 1 ટ્રીપના રૂ.50 મળતાં હોવાનું જણાવ્યું હતું.

ચોટીલા પોલીસે બુધવારના ચાણપાના પાટીયા પાસે જીપીએસ સીસ્ટમ ફીટ કરેલ દારૂના ટ્રેલર ઝડપી પાડ્યુ હતુ. આ ટ્રેલરના ચાલક બાડમેરના છનાવડાના 28 વર્ષીય ઠાકરારામ ભૌમારામ જાખડ જાટ ઝડપી પાડવામાં આવ્યો હતો. જેનો પોલીસે કોરોના રીપોર્ટ કરાવ્યા બાદ કાયદેસર ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં 11 દિવસના રીમાન્ડની માંગણી કરતા ચોટીલા કોર્ટે 7 દિવસનાં મંજુર કર્યા છે. આથી હવે આરોપીએ માલ મોકલનાર બાડમેર અને દિલ્હીમાં રહેનાર મૂળ મોખાબ ગામનાં સ્થાનિક ચંદ્રપ્રકાશ ઉર્ફે ચંદુ અને અન્ય શખ્સો હોવાનું જણાવતા તેઓની સામે ગુનો દાખલ થયેલ છે.જ્યારે ચોટીલા પોલીસે આ ગૂનામાં સંડોવાયેલ તમામની તપાસમાં આરોપી સાથે રાજસ્થાન જશે.

નોંધનીય છે કે, ઝડપાયેલ દારૂનો જથ્થો મોકલનાર દિલ્હી અને બાડમેર ખાતે રહેનાર ચંદ્રપ્રકાશ ઉર્ફે ચંદુ પ્રહલાદરામ જાણી અનેક રાજ્યોમાં ગેરકાયદેસર દારૂ મોકલવામાં માટે પંકાયેલ છે. તેના વિરૂદ્ધ, બિહાર ગુજરાત, યુપી સહિતનાં રાજ્યોમાં અનેક ગૂનાઓ છે. તેના ગામમાં તે રાજકિય મોટુ નામ ધરાવે છે. અને સ્થાનિક સ્વરાજ્યમાં પરિવારનાં લોકો સત્તારૂઢ હોવાની માહિતી છે. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઘણા વર્ષોથી માલ સપ્લાય કરે છે છતા હજુ સુધી કોઇ પોલીસનાં હાથે ચડેલ નથી. મોટુ નેટવર્ક અને પહોંચ ધરાવતા આ બુટલેગરનાં છેડા પણ ખુબ મોટા હોવાનું કહેવાય છે. ત્યારે ચોટીલા પોલીસ આ તપાસમાં તેના સુધી પોહચી શકે છે કે કેમ તે આવનાર સમય જ બતાવશે.

એક ટ્રીપના રૂ.50 હજાર મળે છે
પકડાયેલ આરોપી એવો ચાલક ઘણા સમયથી દારૂની ખેપ મારે છે બે વર્ષ પહેલા ચોટીલા નજીક કન્ટેનર સાથે ઝડપાયેલ વાત કરતા જણાવેલ ક મારે એક નાનો છોકરો છે તેને જન્મથી હ્રદયમાં તકલીફ છે. તેના ઓપરેશનનો મોટો ખર્ચ આવે તેમ છે તે માટે દારૂ ની ખેપ મારૂ છુ. એક ટ્રીપના 50 હજાર આપે મહિને એક જ મારવાની અન્ય દિવસોમાં ખેતી અને એક નંબરની ડ્રાઇવરી કરૂ છું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો