ચોટીલાચામુંડામાના સ્થાનકે દર વર્ષે હોળી પ્રગટાવ્યા બાદ ચોટીલા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં હોળી પ્રગટાવાની પરંપરા છે.ત્યારે આ વર્ષે સોમવારે પુનમ શરૂ થઇ મંગળવારે પુર્ણ થતા પાંચાગ પ્રમાણે સાંજે પ્રદોષ કાળમાં હોળી પ્રગટાવાશે. સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ ચોટીલા ખાતે ચોટીલા ચામુંડા માતાજીના ડુંગર ઉપર દર વર્ષે હોળી પ્રગટાવવામાં આવે છે.
ત્યારે આ વર્ષે ફાગણ સુદ ચૌદશને સોમવાર તારીખ છઠ્ઠી માર્ચના રોજ સાંજે 4:18 કલાકે પૂનમ શરૂ થતી હોવાથી અને મંગળવારે સવારે પૂર્ણ થાય છે. તે પંચાંગ પ્રમાણે હોલિકા દહન સાંજે પ્રદોષકાળમાં પ્રગટાવાની રહેશે એટલે હોલિકા દહન સોમવારે સાંજે કરવામાં આવશે. આ અંગે માહિતી આપતા ચામુંડા મંદિર ડુંગર ટ્રસ્ટના મહંત પરિવારના સચિનગીરીએ જણાવ્યુ કે પૂનમ સોમવારે ઉજવવામાં આવશે ચોટીલા પંથક વિસ્તારમાં વર્ષોથી એવી પરંપરા ચાલી આવે છે કે ચોટીલા મંદિર ડુંગર ઉપર હોળી પ્રાગટ્ય થયા પછી ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તેમજ ચોટીલા શહેરમાં હોળી પ્રગટાવવાની પરંપરા વર્ષો વર્ષથી ચાલે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.