તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમારોહ:ચોટીલા કોવિડ સેન્ટરમાં મદદરૂપ સેવાભાવીઓને સન્માનિત કરાયા

ચોટીલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમારોહ યોજી મોમેન્ટ આપી સેવાની ભાવના બિરદાવાઇ

ચોટીલા તાલુકાના લોકોને મદદરૂપ થવાના હેતુથી ચામુંડા માતાજી યુવા ગ્રુપ દ્વારા ચોટીલા હાઇવે સ્થિત ચામુંડા અતિથિ ગૃહ ખાતે શરૂ કરવામાં આવેલ કોવિડ કેર સેન્ટરમાં 50 બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યમાં તન, મન અને ધનથી મદદરૂપ થયેલા ડોક્ટરો, નર્સ બહેનો, સ્વયંસેવકો અને જેમને પોતાના ખજાના ખુલ્લા મૂકી દીધા હતા તેવા દાતાઓ તેમજ150 રૂમની ધર્મશાળા કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે નિઃશુલ્ક આપી તે ચામુંડા અતિથિ ગૃહ ના પ્રમુખ રાજવી પરિવારના મહાવીરભાઈ ખાચર તથા તમામ ટ્રસ્ટીઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ.

આમકોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં નિઃસ્વાર્થ ભાવે રાષ્ટ્રપ્રેમ ખાતર પોતાના પરિવાર ની ચિંતા કર્યા વગર દિવસ રાત જોયા વગર ચોટીલાના પત્રકારીતા કરતા કલમવિરો(પત્રકારો)નું પણ આ તકે મોમેન્ટો આપી સન્માન કરાયુ હતુ.આ આવેલ સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત સંસ્થાના પ્રમુખ અને તાલુકા પંચાયતના દંડક બલવીરભાઈ ખાચરે કર્યું હતું તેમજ આ કર્યક્રમ વિશે માહિતી મોહસીનખાન પઠાણે આપીહતી.મહેમાનોએ પોતાના પ્રવચનમાં કોરોના મહામારીમાં પોતાના અનુભવો વર્ણવી હતી. આ પ્રસંગે યુવા ભાજપ પ્રદેશ મંત્રી જયભાઈ શાહ, જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ મેરુભાઈ ખાચર, પાંજરાપોળના પ્રમુખ મુકેશભાઈ શાહ, કોળી સમાજ અગ્રણી આંબાભાઈ, શહેર અગ્રણી ભુપતભાઇ ખાચર, શક્તિસિંહ ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ સફળ બનાવવા સૌ સભ્યોએ પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...