ભાસ્કર વિશેષ:સંતે દ્વારકાધીશ પાસે સાક્ષાત દર્શનની નિશાની માગી અને ગામની ભાગેળે પ્રગટ્યા હનુમાનજી

ચોટીલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોટીલાના નાની મોલડી ગામના મંદિરનો ચમત્કારિક ઇતિહાસ

ચોટીલાથી રાજકોટ જતાં પહેલાં નાની મોલડી ગામ આવે છે.આ ગામમાં સંત આપા રતા બાપુની ગેબી પરંપરાની ખૂબ જ પ્રાચિન ધાર્મિક જગ્યા છે. જેમાં બાવન વીર હનુમાનજીની બાવન દિવ્ય મૂર્તિઓ સાક્ષાત બીરાજમાન છે.

આ મૂર્તિના પ્રાગટ્ય પાછળની કથા એવી છે કે સંત આપા રતા બાપુને દ્વારકાધીશમાં અનહદ શ્રધ્ધા હતી. તેઓ અવારનવાર પગપાળા દ્વારકા દર્શને જતાં હતાં. ત્યારે એક વખતે રતા બાપુ પગપાળા દર્શને જઇ રહ્યાં હતાં ત્યારે સાક્ષાત દ્વારકાધીશે તેમની અનહદ શ્રધ્ધા અને ભક્તિના કારણે રસ્તા માં જ દર્શન દઇ સંતને મોલડી પાછા જવાનું કહ્યું હતુ.ત્યારે રતાબાપુ એ કહ્યું કે તમે મને દર્શન દીધાં છે તે માટે કંઇક નિશાની આપો તો હું ગામલોકો ને જણાંવી શકું ત્યારે દ્વારકાધીશે કહ્યું કે ગામની ભાગોળમાં રામ ટેકરી પર ત્રિકમ વડે જમીન પર ટચાકા કરજો એટલે હનુમાનજીની મૂર્તિ પ્રગટ થશે.

બાદમાં રતાબાપુ તથા નાની મોલડીના લોકોએ ત્રિકમથી બાવન વખત ટચાકા કરતા બાવન વીર હનુમાનજીની દિવ્ય તેજ ધરાવતી મૂર્તિઓ જમીનમાંથી પ્રગટ થઇ હતી. આ જગ્યામાં કારતક માસના શનિવાર અને હનુમાન જયંતિ, રામનવમી સહિતના ધાર્મિક તહેવારો દરમ્યાન ધાર્મિક કાર્યો થાય છે તેમ નાની મોલડીના અનકભાઇ ખાચરે જણાંવ્યું હતું.

મોલડી હનુમાન જયંતિ મહોત્સવના કાર્યક્રમો
પંચાળના સંત રતાબાપુની છત્રછાયામા મહંત દાદાબપુના સાનિધ્યમાં સવારે 9:00 કંલાકે પુજન વિધિ, 9.30 ધ્વજા આરોહણ, 11.30થી મહા પ્રસાદ,સાંજે મહા આરતી અને રાત્રીના 8.30 લોક ડાયરો છે જેમાં લોક સાહિત્યકાર ગોવિંદભાઇ પાલીયા, દેવાયતભાઇ ખવડ, જીતુદાદ ગઢવી, લોક ગાયક વિશાલદાન ગઢવી, અને ભજનીક ગંગારામ અને નંદરામ બાપુ હનુમાન ભક્તો ને શબ્દસાગરથી તરબોળ કરશે.

અન્ય સમાચારો પણ છે...