તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ચોટીલા પંથકમાં સબડિવિઝન કચેરીને લીલી ઝંડી

ચોટીલા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચોટીલા પીજીવીસીએલ કચેરીમાં ઓછા સ્ટાફને લઇ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં થતી સમસ્યાઓની ધીમી કામગીરીને લઇ લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો. આથી વીજકચેરીના વિભાજન માટે ચોટીલા ભાજપ સંગઠનના આગેવાનો મેરૂભાઇ ખાચર, સુરેશભાઇ ધરજીયા, શૈલેષભાઇ ઉપાધ્યાય, નરેશભાઇ મારૂ, જયભાઇ શાહ, લાલાભાઇ ઉપાધ્યાય સહિતના આગેવાનોએ પ્રભારી કુંવરજી બાવળીયાને સાથે રાખી રજૂઆત કરતા રાજ્ય સરકારે ચોટીલા વીજકચેરીના સબડીવીઝનને (બાયફર્ગેશન)મંજુરી આપી છે. આથી ચોટીલા શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટે અલગ વિભાગ મળતા 48 લોકોનો નવો સ્ટાફ જોડાશે.

અન્ય સમાચારો પણ છે...