રજૂઆત:સરકાર લાઈટ અને પાણીના બીલ, પ્રથમ સત્રની માફ કરે, ચોટીલા તાલુકા કોંગ્રેસનું આવેદન

ચોટીલા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલ લોકડાઉન હોવાથી લોકોને આર્થિક મુશ્કેલી પડી રહી હોવાથી સરકાર વિજબીલો, નગરપાલિકાના વેરા અને ખાનગી સ્કૂલની ફી માફ કરવા અંગે ચોટીલા શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિએ ગુજરાત કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર ચોટીલા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું. ચોટીલા શહેર કોંગ્રેસ સમિતિ ના અજયભાઈ સામંડ અને તાલુકા કોંગ્રેસ સમિતિના સોમાભાઈ બાવડીયા તેમજ હોદેદારો સહિતનાએ ગામડાંના ખેડૂતોને પણ ખેત વપરાશ અને ઘરવપરાશ ના વિજબીલો ભરવા હાલ લોકડાઉન દરમિયાન ભરવા મુશ્કેલ બની જતા હોય છે તો આ અંગે ગુજરાત કોંગ્રેસ સમિતિ ના આદેશ અનુસાર ચોટીલા મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર જે.ડી.ચિહ્નલા ને આવેદનપત્ર પાઠવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...