તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ચોટીલાના સફાઇ કામદારોને 3 માસનો પગાર અને સુરક્ષાનાં સાધનો આપો

ચોટીલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત રાજ્ય કર્મચારી સંઘની લેખિત રજૂઆત
  • કર્મચારીઓએ વીજળીક હડતાળની ચીમકી ઉચ્ચારી

ચોટીલા શહેરની સફાઇ જવાબદારી નિભાવતા 55 જેટલા સફાઇ કામદારોનો માસ 3ના પગાર અને કોરોના કહરમાં સુરક્ષા સાધનો આપવાની માગણી સાથે વીજળીક હડતાળની ચીમકી સાથે ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.યુનિયન પ્રમુખ મયુરભાઇ પાટડીયાએ પાલિકાના જવાબદારોને લેખિતમાં જણાવ્યું છે કે અંદાજે 55 જેટલા રોજમદાર સફાઈ કામદારો કામ કરી રહ્યા છે. હાલ મહામારી તેમજ લોકડાઉન વચ્ચે કોરોના વોરીયર્સ તરીકે સફાઈ કામદારો પોતાના જીવના જોખમે શહેરને સ્વચ્છ રાખવાની કામગીરી નિષ્ઠાપૂર્વક કરી રહ્યાં છે.

તેમ છતાં સફાઈ કામદારોના છેલ્લા 3 માસથી પગાર કરવામાં આવ્યો નથી. આથી સફાઈ કામદારોમાં મોટો અસંતોષ વ્યાપી ગયો છે. ચોટીલા નગરપાલિકા પગાર ચુકવવા જવાબદાર છે, પગાર કરવો ફરજીયાત થાય છે. ચુકવણીનો અધિનિયમ સને.1963ની કલમ -4 મુજબ પગાર ચુકવવાનો સમય 1 માસથી વધુ વધવો જોઈએ નહીં અને કલમ-5 મુજબ તારીખ 1થી 10 સુધીમાં પગારની ચુકવણી કરવી જોઈએ. તેમ છતાં પાલિકા દ્વારા છેલ્લા 3 માસથી પગાર કરવામાં આવ્યો નથી, તેથી લેબર એકટના કાયદાનો ભંગ થાય છે .

તેથી તમામ સફાઈ કામદારોને તાત્કાલીક ધોરણે પગાર ચુકવી આપવા તેમજ હાલ કોરોનાની મહામારીમાં સફાઈ કામદારો પાસે સુરક્ષાના પુરતા સાધનો નગરપાલિકા દ્વારા આપવામાં આવતા ન હોય, તેથી તાત્કાલીક ધોરણે સુરક્ષાના સાધનો જેવા કે સાવરણા, બકડીયા, પાવડા, ગ્લોઝ, ગમબુટ, કેપ, માસ્ક, સેનીટાઇઝર, ડ્રેસ વિગેરે સાધનો તાત્કાલીક ધોરણે આપવામાં આવે તેવી માંગણી કરી છે.

આ અંગે કાર્યવાહી નહી કરવામાં આવે તો ન છુટકે તમામ સફાઈ કામદારો દ્વારા ઉગ્ર દેખાવો અથવા તો શહેરની તમામ સફાઈ કામગીરી વીજળીક હડતાલ કરી બંધ કરવામાં આવશે તેની તમામ જવાબદારી વહીવટી તંત્રની રહેશે તેમજ કરેલ કાર્યવાહીની અમો યુનિયનને દિન -15માં જવાબ આપવા રજૂઆત કરતા ચકચાર મચી છે.

અન્ય સમાચારો પણ છે...