તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:પીએમ બાદ અંતિમવિધિ કરાઇ, તપાસ ચોટીલા PIને સોપાઇ

ચોટીલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોટીલાના ઢોકળવામાં કૂવામાં પડતાં એકનું મોત થયું હતું

ઢોકળવા ગામે જુગારની રેડમાં નાસેલા યુવાકનું કૂવામાં પડતા મોત થયાની ઘટનાથી ચકચાર ફેલાઇ હતી. ત્યારે આ બનાવમાં ફોરેન્સિક પીએમ બાદ મૃતકની અંતિમવિધિ કરવામાં આવી હતી. સમગ્ર બનાવની તપાસ ચોટીલા પીઆઈને સોંપવામાં આવી હતી. બનાવમાં સત્ય હકિકત બહાર આવે તે માટે રેડમાં પકડાયેલા શખ્સો તેમજ મૃતકના પરિવારજનોના ઓન-કેમેરા નિવેદનો પણ નોંધાશે.

ચોટીલાના ઢોકળવા ગામે રવિવારની રાત્રે નાની મોલડી પોલીસના જુગાર દરોડામાં નાસેલા યુવકનું કૂવામાં પડતા મોત નિપજ્યું હતું. અને મૃતકના પરિવારે કૂવામાં પડેલા હોવાની પોલીસને જાણ હોવા છતા કોઇને ન જણાવ્યાનો આક્ષેપ કરતા ચકચાર મચી છે. ત્યારે સમગ્ર મામલે રવિવારનાં લાશ બહાર કાઢી એડી દાખલ કરી ફોરેન્સિક પેનલ પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવેલી જેનો કબજો પરિવારને સોમવારે સોપવામાં આવતા તેની અંતિમવિધિ કરવામાં આવી હતી.

પરિવારજનો પોલીસ મથકે કોણ પકડાયા છે તેની તપાસ કરવા ગયેલા અને હાજર કર્મચારીએ અમાનવીય વર્તન કરેલુ હોવાની તેમજ નાસી છૂટેલા ભાવેશ હદાણી પાછળ પોલીસ પાછળ દોડેલી જેઓને કૂવામાં પડેલી હોવાની જાણ હોવા છતા કોઇને જણાવ્યું નથી આવો આક્ષેપ પરિવારજનોએ કરેલો છે. જેને કારણે આ બનાવની તપાસ સ્થાનિક પોલીસને બદલે ચોટીલા પીઆઇને સોપવામાં આવી છે.

ડીવાયએસપી સી.પી.મુંધવાએ તપાસ અંગે વાત કરતા જણાવ્યું કે મૃતકની ભાળ માટે જે કોઇ પોલીસ મથકે આવેલા ત્યારે કોણ કોણ હાજર હતું ? કોને શું જવાબ આપ્યો ? તે અંગે તપાસ થશે અને આ સમયના પોલીસ સ્ટેશનનાં સીસીટીવી ફૂટેજ હાથ પર લેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...