દુર્ઘટના:ચોટીલા આણંદપુર રોડ પર પીંજારાની દુકાનમાં આગ

ચોટીલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ચોટીલા આણંદપુર રોડ પર યાર્ડની સામે ભંગની ધાર નજીક આવેલી ગઢવાલા શાયરાબેન રૂ-ગાદલાની દુકાનમાં સવારે 6 વાગ્યે આગ લાગી હતી. જેમાં રૂને કારણે આગની જવાળાઓ આગળના પ્રસરે તે માટે આસપાસના ધંધાર્થીઓમાં દોડધામ મચી હતી. આ ઘટનાની જાણ થતા પાલિકા ફાયટર લઈ નેના મનસુખભાઇ દોડી ગયા હતા.

અને અડધો કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે દુકાનમાં રહેલ ગાદલા ગોદડા અને રૂ જેવો સામન બળીને ખાક થયેલ હતો અને સામાન્ય ધંધાર્થીને માલસામાનનું આર્થિક નુકસાન પહોંચ્યું હતું. આ અંગે મહિલા દુકાનદારના જણાવ્યા મુજબ તેમની દુકાનમાં કોઇ લાઇટ કનેક્શન નથી અને નજીકમાં રહેલ પાણીનો અવડો કોઇએ ખાલી કરી નાખેલ હતો એટલે કોઇએ આગ લગાડી હોવાની દહેશત વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...