આપ નેતા અને દિલ્હીનાં નાયબ મુખ્યમંત્રી રવીવારનાં સાંજે ચામુંડાધામ ચોટીલા ખાતે ટુકુ રોકાણ કરતા આપ કાર્યકરોએ સ્વાગત સન્માન કર્યુ હતું. જ્યારે હાથમાં સાવરણા પકડી સાથે સ્થાનિક આપકારોની ટીમે નારાબાજી કરી લોકોનું ધ્યાન આકર્ષિત કર્યુ હતુ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષિને આમ આદમી પાર્ટી ગુજરાતમાં આ વર્ષે અનેક સ્થળોએ લડી રહી છે. લડતના ભાગે દિલ્હી સરકારમાં રહેલા અનેક આગેવાનો ગુજરાતમાં આવી રહ્યા છે.
રવિવારનાં નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા રાજકોટના ચૂંટણી પ્રવાસે હતા. જેઓએ ચોટીલા ખાતે ટુંકુ રોકાણ કરી આપ આગેવાનો સાથે મુલાકાત કરી હતી. ચોટીલા ખાતે આપના જિલ્લા, તાલુકાના આગેવાન પરસોતમભાઇ મકવાણા, દેવકરણ જોગરાણા,ધીરૂભાઇ મેટાળીયા, બળવંતભાઇ ચાવડા, વસનબેન વાલાણી સહિતનાઓએ પાઘડી પહેરાવી હારતોરા કરી સન્માન કર્યુ હતુ. હાથમાં સાવરણા પકડી સાથે સ્થાનિક આપકારોની ટીમે નારાબાજી કરી લોકોનું ધ્યાન આકર્ષિત કર્યુ હતું.
આ તકે સિસોદિયાએ જણાવ્યુ કે, જે લોકો ચૂંટણી લડી રહ્યા છે તેઓ લડતમાં એડીચોટીનું જોર લગાવી વધુમાં વધુ વિજેતા બને તેવી લડત લડે. તેમજ ગુજરાતમાં કોઇપણ કાર્યકરોને પક્ષનો પૂર્ણ સહયોગ મળશે માટે કોઇ સંદેહ વગર પક્ષના એજન્ડા સાથે કામે લાગી જવા સુચવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આમ ચોટીલા વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની લડતમાં જોડાયેલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.