તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચકચાર:ખેરડીમાં ઘર પાસે અપશબ્દો બોલવાની ના પાડતા અંધાધૂંધ ફાયરિંગમાં સસરા, 2 પૂત્રવધુને ઇજા

ચોટીલા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખેરડીમાં ફાયરિંગના બનાવમાં પોલીસે 5 શખસને ઝડપી લીધા હતા. - Divya Bhaskar
ખેરડીમાં ફાયરિંગના બનાવમાં પોલીસે 5 શખસને ઝડપી લીધા હતા.
  • ટોળી ઘરમાં ન ઘૂસે તે માટે ઘરના સભ્યોએ પતરાનો ડેલો બંધ કરી દીધો, પોલીસે 5ને ઝડપી પાડ્યા

ચોટીલા પંથકમાં ફાયરિંગના બનાવો અવારનવાર બનતા હોય છે. સોમવારના રાત્રિના ખેરડી ગામમા સામાન્ય કારણોસર ફાયરિંગમાં ઘટના બનતા ત્રણ વ્યક્તિને ઇજા પહોચી છે. અને પોલીસે રાતોરાત પાંચ આરોપીઓને ઝડપી પાડયા હતા.

ગામના જયરાજભાઇ ધાંધલ નામનો શખ્સ પ્રવીણભાઈ રામજીભાઈ સાકરીયાની કરિયાણાની દુકાન પર દારૂ પી વસ્તુ લેવા આવ્યા હતા. અને અચાનક જ ગાળો બોલવા લાગતા બેન દિકરીઓ ઘરમાં હોય ગાળો બોલવાની ના પાડતાં જયરાજ ઉશ્કેરાઈ જઇ અને જતા રહ્યા હતા. થોડા સમય બાદ જયરાજભાઇ તેના સાળા સહિત અન્ય 6 જેટલા લોકો સાથે વિવિધ હથિયાર લઇ પ્રવિણભાઇના ઘર નજીક ઉભા રહ્યા અને પ્રવિણભાઈના પિતા રામજીભાઇ નસાભાઇને પાઇપ વડે હુમલો કરતા તેઓ જીવ બચાવવા ઘરમા જતા રહ્યા હતા. શખ્સોની ટોળી ઘરમાં ન ઘૂસે તે માટે ઘરના સભ્યોએ પતરાઓ ડેલો બંધ કરી દીધો.

આથી જયરાજભાઇ અને તેના સાથીઓએ તેમની પાસે રહેલા હથિયારમાંથી અંધાધૂંધ ફાયરિંગ કરતા ગોળીઓ પતરા સોસરી ઘરના મહિલા ભારતીબેન અને જાગુંબેનને ઇજા પહોંચી હતી. ગોળીબારની ઘટના થતા લોકો દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને ચોટીલા હોસ્પિટલ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હતા. જેમાં ઇજાગ્રસ્ત જાગુંબેન ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. ચોટીલા પીઆઈ એન.એસ. ચૌહાણ તેમજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ફાયરિંગ કરનાર લોકોને પકડવા ચક્રો ગતિમાન કરતા 2 કાર સહિત 5 લોકોને પકડી પાડ્યા હતા. ચોટીલા પોલીસે અશોકભાઇ સાકરિયા, જયરાજભાઇ તેનો સાળો અને અન્ય 6 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...