તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીપડાનો ભય:પીપળિયા(ધા)ના ખેડૂતોના દીપડાના ભયના ઓથારે રાતના ઉજાગરા

ચોટીલા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પીપળિયામાં સીમ વિસ્તારમાં બાળકો ભયના ઓથારે જીવે છે. - Divya Bhaskar
પીપળિયામાં સીમ વિસ્તારમાં બાળકો ભયના ઓથારે જીવે છે.
  • મારણ સ્થળે બીજી રાત્રે દીપડો ઝળકતા ખેડૂતોને જાનમાલની ચિંતા

ચોટીલા તાલુકાના પીપળિયા ગામનાં ખેડૂત દલપતભાઇ ડાભીની વાછડીનું મારણ કર્યા બાદ ફરીથી તે જ જગ્યા પર બુધવારે રાત્રે દિપડો આવ્યો હતો. જેને ખેડૂત જોઇ જતા આસપાસના અન્ય લોકોને જાણ કરી હતી. આગલા દિવસે પશુમારણ અંગે ખેડૂતે ફોરેસ્ટ વિભાગને જાણ કરતા સ્થળે પહોંચી વળતર કાર્યવાહી તો કરી હતી. પરંતુ પકડવા માટે પાંજરા મુકવા જેવી કોઇ કાર્યવાહી ન કરતા ખેડૂતોમાં રોષ ભભકી ઉઠ્યો છે.

હાલ ચોમાસાની સિઝન શરૂ થવામાં છે મોટા પ્રમાણમાં ખેડૂતોનો પરિવાર સાથે વાડી ખેતરોમાં વસવાટ કરે છે.આથી દિપડાએ દેખા દેતા ભયના ઓથાર હેઠળ છેલ્લા કેટલાક દિવસોથી જીવી રહ્યા છે. ખેતીની લાઇટો દિવસે અપાય અને જંગલખાતા દ્વારા દિપડો પકડવા માટે પાંજરૂ મૂકીને વહેલી તકે પકડીને સ્થળાંતર કરવામાં આવે તેવી પીપળીયા ના ખેડૂતો માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...