તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરણા કર્યા ત્યારે ન્યાય મળ્યો:પરિવાર ચોટીલા પોલીસ મથકમાં મૃતદેહ લઈ ગયો તો 28 દિવસથી ન પકડાતા હુમલાખોરો 3 કલાકમાં જ પકડાયા!

ચોટીલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીઝૂડાના યુવાન પર જીવલેણ હુમલો કરાયો હતો
  • પરિવારને ન્યાયની માગણી સાથે પોલીસ સ્ટેશને ધરણાં કરવા પડ્યા

ચોટીલાના જીઝૂંડા ગામના યુવાનનું જીવલેણ હુમલાના 28 દિવસ બાદ રવિવારે અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું. હુમલાખોરો ન ઝડપાય ત્યાં સુધી યુવાનનો મૃતદેહ ન સ્વીકારવાની ચીમકી પરિવારજનોએ ઉચ્ચારી હતી. સમાજના લોકોએ પણ પરિવારને સાથ આપતાં રવિવારે રાત્રે મૃતદેહ પોલીસ સ્ટેશનમાં મૂકી લોકો ધરણાં પર બેસી ગયો હતા. વાતાવરણ તંગ બનતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો પણ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને 28 દિવસથી ન પકડાયેલા આરોપીઓને પોલીસે માત્ર 3 કલાકમાં જ ઝડપી લીધા હતા. મોડી રાત સુધી ચાલેલા હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ આખરે પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો.

આડા સંબંધની આશંકામાં ટૂકા સમયમાં જીઝૂંડાના ગાંગડિયા પરિવારના એક ભાઈએ આત્મઘાત કર્યો હતો જ્યારે બીજા ભાઈની હત્યા કરાઈ હતી જ્યારે ન્યાયની માંગ સાથે લાશ પોલીસમથકે મૂકી પરિવારજનો ધરણાં પર ઉતરતાં અધિકારીઓ, આગેવાનોની દોડધામ મચી હતી. આથી રવિવારે રાતોરાત આરોપીઓને પોલીસે સકંજામાં લીધા અને માગણીઓ અંગે ખાત્રી આપી મામલો થાળે પાડતાં ઘટના પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

માવજીભાઈ વીરજીભાઈ ગાંગડિયા
માવજીભાઈ વીરજીભાઈ ગાંગડિયા

ચોટીલાના જીઝૂંડા ગામે 31 મેએ ઝગડામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું સારવાર દરમિયાન 28 દિવસે અમદાવાદમાં મૃત્યુ થયું હતું. રવિવારે રાત્રે 10.30 વાગ્યે આરોપીની ધરપકડ તેમજ 28 દિવસ સુધી ધરપકડને બદલે સાંઠગાંઠ રાખનારા જવાબદાર પોલીસ સામે કાર્યવાહી સહિતની માગણી મૃતદેહ પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડમાં મૂકી લાશનો અસ્વીકાર કરી સ્થાનિક લોકો અને પરિવારજનો ધરણા ઉપર ઊતરી પડતાં ચકચાર મચી હતી. 31 મેના જીઝૂંડા ગામના માવજીભાઈ વીરજીભાઈ ગાંગડિયા ઉપર ધમા શાંતુભાઇ ખાચર, રવુ મનુભાઇ, લાલા વીનુભાઇ કાઠી દરબારે લોખંડની પાઇપ, ઇંટો વડે માર મારી ગંભીર ઈજા પહોંચાડતાં પ્રાથમિક સારવાર ચોટીલા વધુ સારવાર માટે રાજકોટ ત્યાંથી તબીયત વધુ લથડતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ બાદ નાનીમોલડી પોલીસે ઈજાગ્રસ્તની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. પરંતુ ઘટનાના 28 સુધી પોલીસના હાથ આરોપીઓ સુધી પહોંચેલ ન હતા અને રવીવારનાં સવારે સારવારમાં રહેલ માવજીભાઇનું મૃત્યુ નિપજતા લોકો રોષે ભરાયા હતા. પોલીસની નિષ્ક્રિયતા સહિત ગંભીર આક્ષેપો સાથે લોકો પોલીસ મથકે ઘસી આવ્યા હતા. રાત્રે અમદાવાદ મૃતદેહ અંતિમવિધીને બદલે પોલીસ મથકના ગ્રાઉન્ડ વચ્ચે લાશ મુકી લોકો આરોપીઓની ધરપકડ સહિતની માંગ સાથે બેસી ગયા હતા. ચોટીલાના ઇતિહાસમાં આવી લાશ પોલીસ સ્ટેશનમાં મુકાયાની ઘટના પ્રથમ વખત બનતા ચકચાર મચી હતો, પોલીસ અધિકારી અને આગેવાનોની દોડધામ મચી હતી.

પત્ની અને બાળકોને કાયમનો વિરહ
પત્ની અને બાળકોને કાયમનો વિરહ

રાજકીય આગેવાનો પણ દોડી આવ્યા
ધારાસભ્ય ઋત્વિક મકવાણા સહિત ભાજપ-કૉંગ્રેસના આગેવાનો પોલીસ મથકે દોડી આવ્યા અને તાત્કાલિક બનાવની તપાસ ડીવાયએસપી ચેતન મુંધવાને સોંપી છે. રાતોરાત એલસીબી, એસઓજી સહિતના પોલીસ કાફલાએ દોડધામ આદરી રાત્રીના જ આરોપીઓને હાથવગા કરી પરિવાર અને આગેવાનોને ન્યાયિક તપાસ, પોલીસ કસૂરવાર હશે તો પગલા લેવા ખાતરી બાદ મામલો થાળે પડાતા 4 કલાક બાદ મધરાતે 2.30 વાગ્યા પછી લાશને અંતિમવિધી માટે સ્વિકારી હતી.

આરોપીઓ સાથે પોલીસની સાંઠગાંઠનો આક્ષેપ
સમગ્ર મામલે જાહેરમાં પરિવારજનોએ અધિકારીને જણાવ્યું કે થોડા મહિના પહેલાં મૃતક માવજીભાઈના નાના ભાઈએ તેની પત્નીના મુખ્ય આરોપી સાથેના આડા સંબંધોથી કંટાળી આપઘાત કર્યો હતો. આ અંગે અપાયેલા ઠપકાની દાઝ રાખી તેના પર હુમલો કરાયો હતો. પોલીસની ઢીલી નીતિ અને આરોપી સાથે સાંઠગાંઠ કારણે ઘટનાના 28 દિવસ સુધી આરોપીઓ ખુલ્લેઆમ ફરતા રહે છે. અગાઉ એક હત્યામાં જેલની સજા ભોગવી છે, ગામમાં ભય સર્જે, હથિયારો પણ રાખે છે. ગામમાં દાદાગીરીની અરજીઓ કરાઈ હોવા છતાં કોઈ પગલાં ભર્યાં ન હતા. કાયદો-વ્યવસ્થા જેવું કંઇ નથી, સહિતની અધિકારી સમક્ષ મૃતકના ફોજી ભાઇએ રજૂઆત કરતા કહેલ મરનાર પાચ સંતાનનો પિતા હતો આડા સબંધમાં એક જ પરિવારના બે વ્યક્તિએ જીવ ગુમાવ્યો અમારા ભાઈના મૃતદેહને કેમ રઝળાવવો પડે એટલો વિચાર કરજો તેવો આક્રોશ વ્યક્ત કરી હતી. અને આરોપીની ધરપકડ પહેલાં પછી લાશ સ્વીકારીશું, પોલીસ માટે દોડધામ થઈ ઊઠી છે.

અન્ય સમાચારો પણ છે...