ચોટીલાના અજમેરા જૈન પરિવાર દ્વારા ત્રીજી વખત ચક્ષુદાન કરી મહાદાનમાં હેટ્રિક કરીને અન્યના જીવનને રોશની આપવાની પ્રેરણાત્મક પ્રવૃત્તિની પરંપરા સાથે માનવતાનો દીપ ઝગમગતો કર્યો છે. આમ છેલ્લા 10 વર્ષથી પરિવારના સદસ્યના મૃત્યુ બાદ ચક્ષુદાન કરી નેત્રહીન એવા આંખોનો અંધકાર ધરાવતા લોકોના જીવનને રોશની આપવાનું કાર્ય કરીને મહાદાન ચક્ષુદાનની અનેક લોકોને પ્રેરણા આપી રહ્યા છે.
ચોટીલા જૈન સમાજના અગ્રણી સ્વ. અમૃતલાલ અમીચંદ અજમેરા પરિવારમા એક માનવતાભરી પરંપરા પરિવારના દુઃખદ એવા મરણ પ્રસંગને અન્યના જીવનમાં સુખદ બનાવતી ચક્ષુદાનની પ્રવૃતિથી શરૂ થયેલુ છે. જીવદયા અને ધાર્મિક એવા પરિવાર છેલ્લા 10 વર્ષથી પરિવારના સદસ્યના મૃત્યુ બાદ ચક્ષુદાન કરી નેત્રહીન એવા આંખોનો અંધકાર ધરાવતા લોકોના જીવનને રોશની આપવાનું કાર્ય કરીને મહાદાન ચક્ષુદાનની અનેક લોકોને પ્રેરણા આપી રહેલા છે.
2012માં સ્વ.ચંપકલાલ, 2021માં તેમના પુત્ર સ્વ. ભરતભાઇ અને 2022માં તેમના પત્ની સ્વ. ચંદ્રીકાબેનના મૃત્યુ પ્રશ્ર્ચ્યાત પરિવારની ત્રીજી વ્યક્તિનું ચક્ષુદાન કરેલુ છે. પરિવાર દ્વારા અગાઉ 2 વ્યક્તિના ચક્ષુદાન રાજકોટ જિલ્લાના વિછીયાના નવ જાગૃતિ સેવા ટ્રસ્ટને અર્પણ કરાયેલું. આ ત્રીજુ ચક્ષુદાન લીંબડીની સરકારી હોસ્પિટલને અર્પણ કરેલું છે. જે માટે રેફરલ હોસ્પિટલના આંખના ડો. જયેન્દ્ર ઠાકોર નિમિત્ત બનેલા. લીમડીથી ડો. રૂપેશ યોગી, સ્ટાફ નર્સ વિશ્ચાબેન, રાજુભાઇ પરમારની ટીમ ચક્ષુ લેવા માટે ચોટીલા આવેલી હતી.
ડો. કારિયાની વાતોથી દાદાની ઇચ્છા હતી
ચોટીલામાં ડો. વી. જી. કારિયા રહેતા તેમના દ્વારા દાદા પ્રેરાયેલા, પરિવારજનોએ તેમના ચક્ષુદાન ઇચ્છા પહેલીથી જણાવેલી, તેમના અવસાન સમયે યાદ રાખી તેમની ઈચ્છા મુજબ તેમના ચક્ષુઓ ડોનેટ કર્યા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.