તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:ચોટીલામાં વહેલી સવારે દુકાનો તોડનારો શખ્સ CCTVમાં કેદ, શહેરમાં 2 દિવસમાં 5 સ્થળે ચોરીના બનાવો

ચોટીલા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
બે શખ્સો કેમેરામાં કેદ - Divya Bhaskar
બે શખ્સો કેમેરામાં કેદ

બે દિવસ પહેલા ચોટીલાની મુખ્ય ખાંડી પ્લોટ વિસ્તારમાં બે દુકાનની ચોરીની ઘટનાનાં સીસીટીવી ફૂટેજ મેળવી પોલીસે તપાસ હાથ ધરી છે. જેમાં સીસીટીવીમાં બાઇક સાથે આવેલા બે શખ્સો કેદ થયા હતા. ચોટીલામાં રવિવારે ત્રણ સ્થળે શટરનાં કાન તોડીને ચોરીના બનાવ સાથે કડકડતી ઠંડીમાં તસ્કરોની રંઝાડ થતા વેપારીઓમાં રોષ છવાયો છે. ખાંડી પ્લોટમાં કાપડની દુકાન તોડતા બે શખ્સો કેમેરામાં કેદ થતા તેના ફૂટેજ પોલીસે મેળવ્યા છે. વહેલી સવારે 6 વાગ્યે નંબર પ્લેટ વગરનાં બાઇક ઉપર બે શખ્સો આવે છે. બન્નેએ જાકીટ, ટોપી અને મોઢે બાંધેલુ છે. એક ધ્યાન રાખે છે બીજો શટરનાં એક તરફના કાન તોડે છે. પછી બીજો બીજી તરફનાં કાન તોડે છે. શટર ઊચું કરી દુકાનમાં જાય છે જે કંઇ હાથ લાગ્યું તે લઇને શટર પાડી બાઇક ઉપર નીકળી જાય છે. તસ્કરોની હિંમત જોતા જાણે પોલીસને પડકાર હોય તેમ સવારનાં 5.59 એ આવે છે અને 6.07 નાં નીકળી જાય છે. એક દુકાન તોડી ચોરી કરવામાં આઠ મિનીટનો સમય લે છે. ચોટીલામાં બે દિવસમાં પાંચ સ્થળે ચોરીના બનાવ બન્યા બાદ પોલીસ સજાગ બની ગઇ છે. સીસીટીવીને આધારે તેમા જોવા મળતા શખ્સો અંગે બાતમીદારોને કામે લગાડી ભાળ મેળવવા પ્રયાસ આદર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો