તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:ગરમી અને કોરોનાને કારણે ચામુંડા ધામમાં યાત્રીઓનો ધરખમ ઘટાડો

ચોટીલા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રવિવાર અને પૂનમના દિવસે 25 % જેટલો પ્રવાહ રહે છે
 • લોકડાઉન બાદ 50 % પ્રવાહ શરૂ થયેલો ફરી કોરોના કહર વકરતા તળેટી બજાર ખાલીખમ જોવા મળ્યું

રાજ્યમાં કોરોનાનો કહર વકરતા સૌથી વધુ અસર યાત્રાધામો ઉપર પડી છે. સૌરાષ્ટ્રના ચોટીલા ચામુંડા માતાજી મંદિર તેમજ તળેટીમાં પણ મોટી અસર પહોંચી છે. અને યાત્રીઓના પ્રવાહમાં નોંધપાત્ર ઘટાડો આવેલો છે.

ગત માર્ચ મહિનામાં રાજ્યમાં લોકડાઉન અનલોક થતા યાત્રાધામ ચોટીલા યાત્રિકોના પ્રવાહથી ફરી ગુંજતું થતા રોજિંદા પ્રવાહ કરતા 50% જેટલો પ્રવાહ પૂર્વરત થયેલો હતો. પરંતુ ફરી કોરોનાનો કહર વકરતા યાત્રીઓના પ્રવાહમાં નોંધપાત્ર ઘટાડો આવેલો છે. જેના કારણે સ્થાનિક ધંધાર્થીઓને મોટી અસર પડી છે. ખાસ કરીને હાઇવે પરની હોટલો, રેસ્ટોરન્ટ, તળેટી વિસ્તારમાં રમકડા તેમજ કટલેરી વેચાતા વેપારીઓ જેઓનો યાત્રિકોના કારણે પોતાના ઘર પરિવાર નભતો હોય છે તેમની આવક પર મોટી અસર થઇ છે.

જયારે ચોટીલા ચામુંડા મંહત પરિવારના યશવંતગીરી ગોસાઇએ જણાવ્યુ કે લોકડાઉન પહેલા જે પ્રવાહ હતો તેમા માતાજીના દર્શન આવતા ભક્તોમા 75 % ઘટાડો દેખાય છે. ટ્રસ્ટ દ્વારા સોશિયલ ડીસ્ટેન્સ, માસ્કનો સતત અનુરોધ કરવામા આવે છે. અને દર્શન કરવા આવતા લોકોને ટેમ્પરેચર ગન અને સેનેટાઇઝર સહિતની ગાઇડલાઇનનુ પાલન કરીને ભાવિકોને દર્શન કરવામા આવે છે. તળેટી બજારના ધંધાર્થી મનુભાઇ ચૌહાણે વર્તમાન સ્થિતિને લઇને જણાવ્યુ કે અમારો ધંધો અહી આવતા યાત્રિકોને આધિન હોય છે. હાલની સ્થિતિએ યાત્રિકોમાં ઘટાડો થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો