તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:નવા સૂરજદેવળના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવવા માંગ : સૂર્ય યુવા ગ્રુપ

ચોટીલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કાઠી સમાજનાં ઈષ્ટ દેવના નવા સુરજદેવળ મંદિરે દર્શન માટે આવેલા પાણી પુરવઠા અને જિલ્લાના પ્રભારી મંત્રી.  - Divya Bhaskar
કાઠી સમાજનાં ઈષ્ટ દેવના નવા સુરજદેવળ મંદિરે દર્શન માટે આવેલા પાણી પુરવઠા અને જિલ્લાના પ્રભારી મંત્રી. 
  • પ્રભારી મંત્રી બાવળીયાને મુલાકાત દરમિયાન રજૂઆત કરાઇ

સમગ્ર રાજ્યમાં કાઠી સમાજનાં ઈષ્ટ દેવના નવા સુરજદેવળ મંદિરે દર્શન માટે આવેલા પાણી પુરવઠા અને જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બા‌વળીયાને નવા સુરજદેવળના વિકાસને લગતા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી છે. અને સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. મંત્રીની મુલાકાત સમયે મંદિરનું સંચાલન કરતા સૂર્ય યુવા ગ્રુપના પ્રતાપભાઈ માલા દ્વારા સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું અને સંધ્યા આરતીના દર્શન કરી અને પ્રસાદનો પણ લહાવો લઇ ધન્યતા અનુભવી ખુબ રાજીપો વ્યક્ત કર્યો હતો.

આ તકે સૂર્ય યુવા ગ્રુપના ભાઈઓ દ્વારા જગ્યાના રોડ, પાણી, વીજળી જેવા પ્રશ્નોની રજૂઆત કરી હતી અને નવા સુરજદેવળ મંદિર ગુજરાત રાજ્યમાં એક આગવી ઓળખ સાથે યાત્રાધામ તરીકે વિકસિત થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા મંદિર બાગ બગીચા તળાવ જેવા વિકાસના કાર્યોમાં ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી. સૂર્ય ગ્રુપના જયરાજભાઈ ખાચર, વનરાજભાઈ ખાચર, યુવરાજભાઇ ખવડ, પ્રતાપભાઈ ખવડ તેમજ કુંવરજીભાઈ બાવળીયા સાથે મનુભાઈ ગીડા તેમજ કાળુભાઈ ખાચર હડમતીયા વાળાએ હાજરી આપી હતી. ત્યારે મંદિરને લગતા પ્રશ્નો અને ઘટતી સુવિધાઓ પૂરી કરવાનું આશ્ચસન સાથે બાંહેધરી આપી છે.

અન્ય સમાચારો પણ છે...