છાત્રાર્પણ:ચોટીલાના વાદી વસાહત નાવાને 3 માસમાં બનેલા 2 રૂમવાળા પાકા બિલ્ડિંગનું છાત્રાર્પણ

ચોટીલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
IFA દ્વારા બનેલી સરસ્વતિ વિદ્યા મંદિરમાં બાળકો નવા બિલ્ડિંગમાં ભણશે.  - Divya Bhaskar
IFA દ્વારા બનેલી સરસ્વતિ વિદ્યા મંદિરમાં બાળકો નવા બિલ્ડિંગમાં ભણશે. 
  • હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીના ચાહકોના દાનથી 11 લાખના ખર્ચે સરકારી શાળા બની

સુરેન્દ્રનગર જિલ્લાના વિશ્વભરમાં જાણીતા હાસ્ય કલાકાર અને લેખક જગદિશ ત્રિવેદીના ચાહકો તરફથી બનેલી સંસ્થા દ્વારા ચોટીલાના વાદી વસાહત નાવાને બે રૂમ વાળી પાકી શાળાનું બિલ્ડીંગ આજે સંતો, મહંતો અને આગેવાનો દ્વારા છાત્રાર્પણ થવાનું છે.

આમ તો જગદીશભાઈના પ્રયાસ દ્વારા આ પાંચમી શાળા બની છે. જેની પાછળ પણ ઇતિહાસ છે ત્રિવેદીના વાન્ય પ્રસ્થાન પછી તેમના કાર્યક્રમની આવકમાંથી જ્યાં ખરેખર જરૂર હોય તેવા સ્થળે શાળા બનાવી આપવાનો ભગીરથ અભિગમ કરેલો. જે અંતર્ગત વાદી વસાહત નાવા ખાતે આ પાંચમી શાળા બનેલી છે.

ગત જુલાઇ માસમાં ચોટીલા નજીક વાદી વસાહત નાવાની મુલાકાતે ત્રિવેદી ગયેલા જ્યાં તેમને વાદી (મદારી) સમાજના બાળકોને વાસ પતરાના ટેકે ખુલ્લામાં ભણતા જોયા, જાણવા મળ્યુ કે આ સરકારી પ્રાથમિક શાળા છે. જે ઘણા વર્ષોથી આ જ સ્થિતિ ધરાવે છે અને તેમને અહીંયા પાકી શાળા બનાવી આપવા નો સંકલ્પ કર્યો અને ફક્ત ત્રણ મહિનામાં ધાબા વાળુ પાકી શાળાનું 11 લાખ કરતા વધુના ખર્ચે બિલ્ડીંગ બનાવવામાં તેઓ ચાહક વર્ગના સહકારથી સફળ થયા છે.

કોવીડ કાળ કાર્યક્રમો બંધ તેમ છતા ત્રિવેદીના વિદેશ વસતા ગુજરાતી ચાહકો મિત્રોના સેવા કાર્ય માટે બનેલા ઇન્ડીયન ફેમીલી એશોસીએશન કેનેડા IFAના આર્થિક યોગદાન થકી ગરીબ વાદી સમાજના બાળકોને પતરાના છાયે વાસના ટેકે ખુલી શાળા આજે વર્ષો પછી એક ઓસરીએ ધાબા બાળા ચાર દરવાજા ધરાવતા બે વર્ગ ખંડ અને કંમાપાઉન્ડ વાળું સરસ મજાનું સરસ્વતિ વિધ્યા મંદિર બનેલુ છે.

વિશ્વમાં જાણીતા કલાકારોના ચાહકોના યોગદાનથી બનેલી શાળા બિલ્ડીંગને આજે રવિવારનાં વિશ્વભરમાં જાણીતા સ્વામિનારાયણ સંપ્રદાયના માધવપ્રિયદાસજી સ્વામી, ભાઇશ્રી રમેશભાઇ ઓઝા, કેન્દ્ર ના મંત્રી પરસોતમભાઇ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયા, પદ્મ શ્રી શાહબુદ્દીનભાઇ રાઠોડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતી ડો.નીતિનભાઇ પેથાણી સહિતના શિક્ષણવિદો અને અગ્રણીઓના શુભ આશિર્વાદ સાથે શાળાનું છાત્રાર્પણ થશે.

અન્ય સમાચારો પણ છે...