તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:મોંઘવારીના મુદ્દે કોંગ્રેસની રેલી, ચામુંડા માતાજીને પણ આવેદન

ચોટીલા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચોટીલામાં કોંગ્રેસી આગેવાનોએ રેલી યોજી ચામુંડા માતાજીને મોંધવારી મુદ્દે આવેદન ધર્યું હતું. - Divya Bhaskar
ચોટીલામાં કોંગ્રેસી આગેવાનોએ રેલી યોજી ચામુંડા માતાજીને મોંધવારી મુદ્દે આવેદન ધર્યું હતું.

ચોટીલા ચામુંડા મંદિર ધામ તળેટી ખાતે આવેલ કોળી સમાજની વાડીમાં તાલુકા શહેર કોંગ્રેસ સમિતિએ બુધવારે કારોબારી મિટિંગ સંવાદ કાર્યક્રમ સાથે યોજ્યા હતા. જેમાં પ્રથમ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકો અને ચોટીલા તાલુકામાં કોળી સમાજ મજબૂત આવેવાનો ગુમાવ્યા તેને 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી. સરકારની નીતિઓનો વિરોધ અને લોકોને સાચી વાસ્તવિકતાથી વાકેફ કરવા કાર્યકર્તાઓને લોકો વચ્ચે જવા હાકલ કરી હતી.

કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડ, ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા, કલ્પનાબેન મકવાણા, તાલુકા પ્રમુખ સોમભાઈ બાવળિયા, શહેર પ્રમુખ છબિલભાઈ વાઘેલા, હરેશભાઈ ચૌહાણ સહિતના આગેવાનો જોડાયા હતા. જ્યારે રેલી સ્વરૂપે હાથમાં સરકાર વિરોધી બેનરો અને સૂત્રોચ્ચાર સાથે પ્રથમ તળેટી ચામુંડા માતાજીના મંદિરે ચામુંડાના ચરણે આવેદન ચડાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...