ફરિયાદ:હાઇવે પર વીજ ચેકિંગ ટીમ સાથે ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કરતાં 5 સામે ફરિયાદ

ચોટીલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચોટીલા હાઇવે પર તપાસમાં ગયેલી ટીમ સાથે ઝપાઝપી કર્યાનો બનાવ બન્યો હતો - Divya Bhaskar
ચોટીલા હાઇવે પર તપાસમાં ગયેલી ટીમ સાથે ઝપાઝપી કર્યાનો બનાવ બન્યો હતો
  • આઇ સી સ્ક્વોડ વડોદરાની ટીમ સાથે ગુરુવાર રાત્રે માથાકૂટ સર્જાઇ

સાયલા ચોટીલા નેશનલ હાઇવે ઉપર ગુરૂવારનાં રાત્રીનાં વિજ ચોરી અટકાવવા આઇ સી સ્કોડ વડોદરાની ટીમ નિકળી હતી.જેમને મઘરીખડા નજદીક હાઇવે પર ચેકીંગ કરતા અટકાવી ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના બની હતી.જેમાં નાના પાળીયાદ ગામનાં 5 શખ્સો વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ચોટીલા પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદની માહિતી મુજબ ઈ.યુ.વી. એન.એલ વડોદરાની 12 ટીમો ચોટીલા નેશનલ હાઇવે ઉપર વિજ ચોરી અટકાવવાની કામગીરી કરતા હતા. જેઓ મઘરીખડા નજીક આવેલ જોગરાણા પેટ્રોલ પંમ્પ પાછળ આવેલ રેતી ચારવાના પ્લાન્ટ ચલાવે છે કનૈયા હોટલ પંમ્પ પાસે ટીસી આવેલુ છે.

જ્યાં નાયબ ઇજનેર મિતેશ કાંન્તીલાલા તબીયાળ ત્યાં ચેકિંગ માટે પહોચ્યા હતા. ત્યાં મજુરો હોવાથી માલિકને બોલાવવાનું જણાવતા થોડા સમયમાં સ્કોર્પિયો, ક્રેટા, ઇકો કાર અને બુલેટ લઇ પાચ મણસો લાકડી, તલવાર જેવા હથિયારો લઈ આવી ગયા હતા. જેમાં લાલાભાઇ જોગરાણા એ જગ્યાનાં માલિક તેઓ હોવાનું જણાવી ઉશ્કેરાઈ જઈ મીટર ચેક કરવાનીના પાડી હતી.ફરીયાદીએ મીટર શંકાસ્પદ હોય ચેક કરવું છે કહેતા મામલો બિચક્યો હતો બધાએ ચેક કરવા દિધેલ નહી.

ગેરકાયદેસર ફરજમાં રૂકાવટ કરી જેમ ફાવે તેમ ગેર વર્તન કરી ગાળોઆપી ધક્કામુક્કી કરી મારી નાખવાની ધમકી આપી હોવાની પાંચ શખ્સો જોગરાણા લાલાભાઇ, તેજાભાઇ, રણજીતભાઇ, દેવરાજભાઇ, વકાતર રમેશભાઇ તથા તપાસમાં ખુલે તે તમામ સામે ચોટીલા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. ચોટીલા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને હસ્તગત કરી કોરોના ટેસ્ટ કરાવી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.જ્યારે રાત્રીના મોડે સુધી પોલીસ મથકે ઘટનાને કારણે ધમધમાટ ચાલેલ હતો અને બનાવના પગલે અનેક આગેવાનો, સામાજીક અગ્રણીઓ પણ દોડી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...