બેઠક:ચોટીલામાં ગ્રીન ફિલ્ડ ઍરપોર્ટ, મેઘાણી મ્યુઝિયમ માટેની કામગીરી અંગે કલેક્ટરની સમીક્ષા

ચોટીલા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચોટીલામાં કલેકટરે આયોજન, સમીક્ષા કરી હતી. - Divya Bhaskar
ચોટીલામાં કલેકટરે આયોજન, સમીક્ષા કરી હતી.
  • રૂ. 5 કરોડના ખર્ચે બનનારા મ્યુઝિયમ માટે તંત્રનું આયોજન શરૂ

ચોટીલામાં રૂ. 5 કરોડના ખર્ચે બનનારા ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમ અને આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ ઍરપોર્ટના કામની સમીક્ષા કરવા જિલ્લા કલેક્ટરે સ્થળ મુલાકાત લીધી હતી. કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરે મંગળવારે ચોટીલા મેઘાણી જન્મ સ્મારકની મુલાકાત લીધી હતી. આ સમયે પીડબલ્યુડી, રેવન્યુ, શિક્ષણ, આરોગ્ય, ટીડીઓ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

પ્રાત કચેરી ખાતે અનેક વિભાગના અધિકારીઓની હાજરીમાં બેઠક યોજાઈ હતી, જેમાં આગામી સમયમાં મેઘાણી મ્યુઝિયમ માટે જન્મ સ્થળ આસપાસની કેટલી જમીન સંપાદિત કરવી પડશે, તે નક્કી કરી યોગ્ય આયોજન કરવા માટે સ્થળ મુલાકાત બાદ જરૂરી સૂચના આપી હતી. ઉપરાંત ગ્રીન ફિલ્ડ ઍરપોર્ટની કામગીરી અંગે ઍરપોર્ટ ઑથોરિટીના અધિકારીઓ પાસેથી સ્થળ ઉપરની કામગીરી અંગે માહિતી મેળવી અને હજુ કેટલીક જમીન તબદિલ કરવાની કામગીરી ગાંધીનગર કક્ષાએ છે કેટલીક સંપાદનની દરખાસ્તો નાગરિક ઉડ્ડયન વિભાગ પાસે પેન્ડિંગ છે, તે અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...