તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ચોટીલા પ્રા. શિક્ષક સંઘની સભ્ય ફી મુદ્દે TDO અને TPEOને આવેદન

ચોટીલા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પગારમાંથી કાપવા સંમતિનો પત્ર થતાં વિરોધ વ્યક્ત કર્યો

ચોટીલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા એક પત્રમાં પે.સેન્ટરના આચાર્યો ને સભ્ય ફી રૂ.200 લેવા માટે જે તે શિક્ષકના પગારમાંથી ડાયરેક્ટ કપાવવા સંમતિ પત્રક મોકલતા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે વિરોધ વ્યક્ત કરી છે. સોમવારના જીલ્લા પ્રમુખ રણછોડભાઇ કટારીયા, દશરથસિંહ અસવાર સહિતના આગેવાનો અને ચોટીલા પ્રમુખ નૈનાબેન રાણા સહિતના શિક્ષક અગ્રણી ઓએ તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા શિક્ષણાધિકારી ને આવેદન પત્ર પાઠવેલ છે.

જેમાં લેખિત રજૂઆત કરેલ છે કે ચોટીલા યુનિટના લેટર પેડ દ્વારા તાલુકાના તમામ શિક્ષકોને વર્ષ 2021-22ની સભ્ય ફી સપ્ટેમ્બર 21ના પગારમાં કપાત કરવા માટે સુચના આપી છે. કોઇપણ સંગઠનના સભ્ય બનવું કે ન બનવુંએ શિક્ષકોની અંગત અને સ્વૈચ્છિક બાબત છે. પગાર બિલેથી ફી કપાત કરવી એ ગેરબંધારણીય, બિનવ્યાજબી બાબત છે. આ મુજબ ફી કપાત કરવામાં ન આવે ન્યાયોચીત કાર્યવાહી કરવા અને શિક્ષકોના હકો, અધિકારનું હનન કરતી બાબતને રોકવા માંગ કરી છે.

અન્યથા લગત જવાબદારો સામે કાનુની કાર્યવાહી કરવા તેમજ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમ આપવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.શિક્ષકોના રાજ્યમાં બે સંઘ કાર્યરત થતા એક સંઘ બીજા સંઘ સામે વિરોધ વ્યક્ત કરતા શિક્ષકોમાં વિરોધ ચર્ચા નો વિષય બનેલ છે.

ટાઇપ ક્ષતિએ પગાર લખાયુ, પણ એકાઉન્ટમાંથી ઓનલાઇન કાપવાની વાત
દરવર્ષે ઓનલાઇન ફી લઈએ છીએ ખરેખર પગાર માંથી કપાત નહી પણ જે તે ના વ્યક્તિગત બેંક એકાઉન્ટ માંથી સંઘના ખાતામાં ડાયરેક્ટ જમા કરવા સંમતિ આપવાપત્ર કરી હતો. પણ તેમા ટાઇપ ક્ષતિને કારણે પગાર લખાયેલ છે. પગારમાંથી નહી પણ એકાઉન્ટ માંથી ઓનલાઇન કાપવાની વાત છે. - દિપેન્દ્રભાઇ ધાધલ, (સંગઠન મંત્રી પ્રા.શિ.સંઘ)

અન્ય સમાચારો પણ છે...