ભાસ્કર ઈમ્પેક્ટ:ચોટીલા હાઇ-વેની ગંદકી પાલિકાએ સાફ કરી, ડીડીટીનો છંટકાવ કર્યો

ચોટીલા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની હદ બહારના લોકો ગંદકી ફેલાવે છે

ચોટીલા નેશનલ હાઈ-વે ઉપર કેટલાક લોકો દ્વારા કચરો ફેંકીને ગંદકી ફેલાવવામાં આવતી હોવાનો અહેવાલ સોમવારના ભાસ્કરમાં પ્રસિદ્ધ થયો હતો. આથી જીલ્લા વહીવટી વિભાગ દ્વારા સઘનતા દાખવવામાં આવેલ અને ચોટીલા પાલિકાના સફાઇ વિભાગ દ્વારા નેશનલ હાઈ-વે પરની ગંદકી સાફ કરી દવાનો છંટકાવ કરાયો હતો.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ પાલિકાની હદ બહારથી નેશનલ હાઈવે ઉપરની હનુમાનજી ધાર પાસે કચરો ફેકી ગંદકી ફેલાવવામાં આવતી હોવાની બુમરાડો ઊઠી હતી. આ અંગેના અહેવાલો દિવ્ય ભાસ્કરમાં સોમવારના રોજ સુરેન્દ્રનગર આવૃતિમાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા. આથી યાત્રાધામમાં હાઇ-વે ઉપર ગંદકીનાં અહેવાલની ઉચ્ચકક્ષાએ નોંધ લેવાતા ચોટીલા પાલિકાનાં સેનિટેશન વિભાગનાં કર્મચારીઓ દ્વારા તાત્કાલિક જેસીબી, ટ્રેકટર જેવા સાધનો થકી સાફ સફાઇ કરી દવાનો છંટકાવ કરી ગંદકીને દૂર કરી હતી. તેમજ આસપાસનાં ધંધાર્થીઓને તાકીદ કરવામાં આવેલ છે કોઇ કચરો નાખી ફેલાવશે તો કાયદેસરનાં પગલા લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...