તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:ચોટીલા ભાજપ અગ્રણી પૂર્વ પાલિકા પ્રમુખનું રાજીનામું, 5 વર્ષથી ઉપેક્ષા થતી હતી, પૂર્વ પ્રમુખ

ચોટીલા21 દિવસ પહેલા
 • કૉપી લિંક
બેચરભાઇ પરમાર - Divya Bhaskar
બેચરભાઇ પરમાર

ચોટીલા શહેર ભાજપ અગ્રણી અને પૂર્વ પાલિકા પ્રમુખે ભાજપ પક્ષમાંથી સક્રિય સભ્ય તરીકે રાજીનામા પત્ર જિલ્લા પ્રમુખને મોકલતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી છે. જ્યારે પક્ષમાં 25 વર્ષથી પાર્ટીનું કામ કરેલુ છે તેમ છતા છેલ્લા પાંચ વર્ષથી મારી સતત અવગણના અને ઉપેક્ષા થતી રહી હોવાથી રાજીનામું આપ્યાનું બહાર આવ્યુ હતુ.રબારી માલધારી સમાજનાં અગ્રણી અને પ્રથમ પાલિકાનાં પ્રથમ પ્રમુખ બેચરભાઇ પરમારે ભાજપ પક્ષનાં સક્રિય સભ્ય તરીકે રાજીનામું આપતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો છવાયો છે.

તેઓએ જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખીને પોતે અંગત કારણોસર રાજીનામું આપતા હોવાનું જણાવી લેટર સ્પીડ પોસ્ટથી મોકલી આપતા ખળભળાટ મચી છે. ઉલ્લેખનીય છે કે બેચરભાઈ એક ટર્મ તાલુકાની યુવા પાખનાં પ્રમુખ, ત્યારબાદ પ્રથમ પાલિકાનાં પ્રથમ પ્રમુખ તરીકે તેમજ સંગઠનમાં શહેર પ્રમુખ તરીકે પણ રહી ચૂ્કયા છે. બેચરભાઇએ વર્તમાન પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં 4 માં ટિકિટ માટે દાવેદારી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો