તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્વાનુમતે વરણી:ચોટીલા APMCની બીજી ટર્મની ચૂંટણી બિન હરીફ, ફરી ધાધલ અને શાહ ચૂંટાઇ આવ્યા

ચોટીલા10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચોટીલા માર્કેટીંગ યાર્ડની મંગળવારના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ફરી ધાધલ અને શાહ બિનહરીફ સર્વાનુમતે ચૂંટાઇ આવ્યા હતા.

ચોટીલા એપીએમસી મીટીંગ હોલ ખાતે ચૂંટણી જિલ્લા રજીસ્ટ્રાર એસ.બી.ચૌહાણ અને સહકારી અધિકારી (બજાર) આર.ડી.મકવાણાની ઉપસ્થિતમાં ચૂંટણી યોજાઇ હતી. ત્યારે ચેરમેન તરીકે ભરતભાઇ બી. ધાધલનું એક માત્ર દાવેદારી પત્ર રજૂ થતા તેમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. તેમજ વાઇસ ચેરમેન તરીકે વેપારી પેનલના શુભાષભાઇ શાહ બિનહરીફ આવ્યા હતા.

છેલ્લા 30 વર્ષથી ધાધલ બિનહરીફ ચૂંટાઇ આવે છે. જેઓ ફરી બીજી ટર્મ આવતા ઉપસ્થિત ડીરેક્ટરો વેપારીઓ અને આગેવાન સ્ટાફે ફૂલહાર કરી વધાવી મો મીઠા કરી ખુશાલી વ્યક્ત કરી હતી.યાર્ડના સેક્રેટરી પ્રવિણસિંહ ચૌહાણે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તેમની ફરજ બજાવેલી હતી અને છેલ્લા ઘણા વર્ષોથી યાર્ડની બિનહરીફ પ્રણાલી અંગે વહિવટી સંચાલન અને ખેડૂત અને વેપારી પેનલની એકતા અંગે જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...