હાલાકી:રાજ્ય સરકારે આંકડા છુપાવતાં કોરોનાથી અનાથ થયેલા બાળકો લાભ નહીં લઇ શકે

ચોટીલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરકારને ઘેરવા કોંગ્રેસ સેવાદળનું ‘આઇ ડેર ટૂ સ્પિક’ રાજ્યવ્યાપી અભિયાન

ચોટીલા ધારાસભ્ય અને પ્રદેશ સેવાદળ પ્રમુખ ઋત્વિક મકવાણાનો વીડિયોયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. જેમા તેઓએ કહ્યું છે કે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર લોકોને બેડ, ઈન્જેક્શન, ઓક્સિજન, વેન્ટિલેટર આ બધું પૂરું પાડવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે. આવા સંજોગોમાં મત વિસ્તારના લોકો, મતદારો માટે હું તો બોલીશ! સરકારને પ્રશ્રો પૂછીશ! હું પૂછવા માંગું છું તમારા આંકડા છૂપાવવાની નીતિને કારણે લોકો બેડ, ઓક્સિજન, વેન્ટિલેટરથી વંચિત રહ્યા અને પોતાના જીવથી હાથ ગુમાવવો પડ્યો છે.

તમારા આંકડા છૂપાવવાને કારણે તમે જાહેર કરેલ યોજના જેના માતા પિતા કોરોનાને કારણે મૃત્યુ પામ્યાં છે તે બાળકોની સહાય માટેની યોજનાનો પણ બાળકો લાભ લઈ શકવાના નથી! કારણ કે તમે સાચા આકડાં જ જાહેર કર્યા નથી! મારામાં આવું પૂછવાની હિંમત છે. મોંઘવારી, રોજગારી, ખેતી સહિત તમે જે મુશ્કેલી અનુભવી હોય તેના માટે તમે મારી ચેલેન્જ સ્વીકાર કરો, તમે પણ ડેરિંગ કરો, સરકારને પ્રશ્ર પૂછો. વીડિયો અંગે મકવાણાએ કહ્યું કે કોગ્રેસ સેવાદળની કાર્યકર્તા સાથે સાંજે ઝૂમમાં ઓનલાઇન મિટીંગ હતી ત્યાર બાદ આ ડેર ટૂ સ્પિક અમારું અભિયાન શરૂ કર્યું છે.

જે સહાય યોજનાની વાત કરી છે તે અંગે કહ્યું કે રાજ્યમાં કોવિડમાં મરણ સર્ટિ જેટલા નિકળ્યા છે તેની સામે મરણની સંખ્યા કેટલી? માતા પિતા ગુમાવનાર બધા બાળકોને લાભ કેવી રીતે સરકાર આપશે. જેના મરણ સર્ટિમાં કોવિડથી ડેથ નથી! અમે નાગરિકોને આ અભિયાન થકી દરેક પીડા, મુશ્કેલી અંગે સરકારને સવાલ પૂછવા આહવાન આપી વાસ્તવિકતા બહાર લાવવા ડેર ટૂ સ્પિક એન્ડ ટેગ અભિયાન શરૂ કર્યું છે.

ચોટીલાના MLAએ વીડિયો ફરતો કર્યો
કોવિડથી માતા પિતા ગૂમાવનાર બાળકની સહાય કેમ નક્કી કરશો? રાજ્યમાં મરણ સર્ટિનો આંકડો છે તેના કેટલા ટકામાં કોવિડથી મૃત્યુ નોંધાયા છે? પાંચને ટેગ કરી સરકારને પૂછો, પાંચ લોકોને ટેગ કરોની વાત પ્રદેશ સેવાદળ પ્રમુખે કોરોનામાં માતા પિતાનાં ગુમાવનાર બાળકને સહાય જાહેર પણ લાભાર્થી કેમ નક્કી કરશો?

અન્ય સમાચારો પણ છે...