જિલ્લા શિક્ષણ સમિતિની બેદરકારી:છબરડાનું પેપર ત્રીજા ધોરણના ગુજરાતીના પેપરમાં 2 પ્રશ્નો 3 વાર છપાયા, પરીક્ષા અડધો કલાક સ્થગિત રહી

ચોટીલા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધો.3 ના પેપરમાં 2 સવાલ 3 વખત પ્રિન્ટ થયા જે જિલ્લાની તમામ શાળાઓમાં પરિક્ષા સમયે છબરડો ખૂલ્યો તે પેપર. - Divya Bhaskar
ધો.3 ના પેપરમાં 2 સવાલ 3 વખત પ્રિન્ટ થયા જે જિલ્લાની તમામ શાળાઓમાં પરિક્ષા સમયે છબરડો ખૂલ્યો તે પેપર.
  • પ્રિન્ટની ભૂલવાળું પેપર વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યું ત્યાં સુધી કોઈનું ધ્યાન ન ગયું
  • 40 માર્કના પેપરમાં 15 માર્કના એકના એક પ્રશ્નો જોઈ વિદ્યાર્થીઓ મૂંઝાયા: હજારોનો પ્રિન્ટિંગ ખર્ચ વેડફાયો
  • ભૂલ પકડાતાં તાત્કાલિક વોટ્સ અપથી નવા પ્રશ્નપત્રની PDF શાળાઓમાં મોકલાઈ

ઝાલાવાડની જિલ્લા શિક્ષણ સમિતિ પરીક્ષાના સંચાલન સહિતનાં કામોમાં કેટલી ગંભીર છે, તેનું દૃષ્ટાંત મંગળવારે જોવા મળ્યું હતું. મંગળવારે લેવાયેલી ત્રીજા ધોરણની ગુજરાતીની પરીક્ષામાં વિદ્યાર્થીઓને છબરડાંવાળું પેપર અપાયું હતું. 40 માર્કના પેપરમાં 15 માર્કના એકના એક સવાલ છપાયેલા જોઈ જિલ્લાના 19 હજારથી વધુ વિદ્યાર્થી મુંઝાઈ ગયા હતા. છબરડો ધ્યાને આવતાં તાત્કાલિક શાળાઓને વોટ્સ અપમાં નવા પ્રશ્નપત્રની પીડીએફ પહોંચતી કરાઈ હતી. આ બધી ભાંજગડમાં પરીક્ષા અડધો કલાક સ્થગિત રાખવી પડી હતી.

લ્લાની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની પ્રથમ સત્રાંત પરીક્ષા ચાલે છે, જેમાં ધોરણ-3નું ગુજરાતીનું પેપર હતું. નિયમ મુજબ નિયત સમયે શિક્ષકે પેપર કવર ખોલ્યું હતું અને અને પેપર જોતાં બે પ્રશ્ન એક કરતાં વધુ વખત પૂછવામાં આવ્યાનો છબરડો જોવા મળતાં મૂઝવણ સર્જાઈ હતી.સમગ્ર મામલે ટેલિફોનિક રજૂઆત અધિકારી સુધી પહોંચી હતી. અડધો કલાક સુધી જિલ્લાના 19 હજારથી વધુ વિદ્યાર્થીની પરીક્ષા સ્થગિત રહી હતી

જ્યારે તંત્ર દ્વારા તાત્કાલિક પેપરની PDF તમામ શાળામાં વોટ્સ અપ દ્વારા પહોંચતી કરાઈ હતી અને શાળા કક્ષાએ પ્રિન્ટ કરી પરીક્ષા લેવામાં આવી હતી. જિલ્લાના અધિકારી સાથે વાતચીત કરતાં એક વાત ધ્યાને આવી છે કે પ્રૂફ ઓકે કરાયું પછી પ્રીન્ટિંગ કૉપી જોવાની કોઈએ તસ્દી લીધી નહોતી, જેના કારણે હજારો રૂપિયાનો પ્રીન્ટિગ ખર્ચ વેડફાયો હતો.

આણંદની એજન્સીને પેપર મુદ્દે નોટિસ
ધો.3 ના વિદ્યાર્થીઓના ગુજરાતીના પેપરમાં પ્રિન્ટની ભૂલ હતી. પ્રુફ રીડિંગને બધુ ઓકે કરીને પ્રિન્ટમાં આપ્યું હતું. પરંતુ જયારે પેપર છાપવાનું ચાલુ કર્યું ત્યારે એક જ સવાલો ગોઠવેલી પ્લેટ રાખી દેવાને કારણે સમસ્યા સર્જાઇ હતી. બીજા પેપરની તાત્કાલિક વ્યવસ્થા કરીને વિદ્યાર્થીઓની પરીક્ષા લઇ લીધી છે. અને ભૂલ કરનાર આણંદની અર્પણ પ્રિન્ટર એજન્સીને નોટીસ પણ આપવામાં આવી છે. - એમ.એમ.ગઢવી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી

આ રીપે પેપર તૈયાર થતાં હોય છે
જિલ્લાની શિક્ષણ સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલા શિક્ષકો પેપર કાઢતા હોય છે. તે પેપર પ્રિન્ટ થવા માટે જે તે પ્રિન્ટીંગ પ્રેસમાં જાય છે. ત્યાં આપણા શિક્ષણ ખાતાનો એક કર્મચારી જઇને પેપરનું પ્રુફ જોઇને ઓકે કરે પછી પેપર પ્રિન્ટ થતા હોય છે. તે પ્રુફ ચેક કર્યા પછી જે પ્રિન્ટ નિકળી તે કોઇએ ચેક ન કરીને આ છબરડો થઇ ગયો હતો. આટલું જં નહી પરંતુ આ પેપરના સીલ કવર અંદાજે 10 દિવસ પહેલા અહીંયા આવી ગયા હતા. જેને પણ કોઇએ ચેક કર્યા ન હતા.

આ 2 પ્રશ્નો 3 વાર પૂછાયા હતા
પેપરમાં જે છબરડો થયો હતો તેમા કુલ 40 માર્કનુ પેપર આપવાનું હતું. જેમાં પ્રશ્ન નંબર 1માં નીચે આપેલ વાકય અને શબ્દ વચ્ચે યોગ્ય જગ્યા રાખીને વિરામ ચિન્હનો ઉપયોગ કરીને સ્વચ્છ અક્ષરે લખો. આ પ્રશ્નમાં 5 પેટા પ્રશ્ન હતા અને 5 માર્ક હતા. જ્યારે પ્રશ્ન નંબર 2માં નીચે આપેલ પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો અને તેના 9 પેટા પ્રશ્નો હતો આ 10 માર્કનો પ્રશ્ન હતો. આખા પેપરમાં આ 2 સવાલ જ 3 વાર છાપી દેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...