હવેથી માની છબી મોબાઇલવગી:ચોટીલાના સુપ્રસિદ્ધ ચામુંડા મંદિરમાં માતાજીની ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી કરી શકાશે

ચોટીલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લાખો ભક્તોની લાગણીને ધ્યાનમાં રાખીને હવે ડુંગર ઉપર ભક્તોને ફોટા માટે છૂટ આપવામાં આવી હતી. - Divya Bhaskar
લાખો ભક્તોની લાગણીને ધ્યાનમાં રાખીને હવે ડુંગર ઉપર ભક્તોને ફોટા માટે છૂટ આપવામાં આવી હતી.

ચોટીલાના સુપ્રસિદ્ધ ચામુંડા માતાજીના ડુંગર પર બિરાજમાન માતા ચામુંડાની મૂર્તિના ફોટા પાડવાની વર્ષોથી સખ્ત મનાઇ હતી. ત્યારે આસો સુદ અગિયારસથી હવે માતાજીની મૂર્તિના ફોટા વીડિયોની છૂટ આપવાથી માડીના ભક્તોમાં ખુશીની લહેર ફરી વળી છે. ચોટીલા ચામુંડા માતાજીના દર્શને આખું વર્ષ દેશ વિદેશના લાખો યાત્રિકો આવતાં હોય છે. જ્યારે ડુંગર ઉપર બીરાજમાન ચામુંડા માતાજીના ફોટા પાડવાની કે વીડિયો ઉતારવાની વર્ષોથી સખ્ત મનાઇ હતી. .

ચામુંડા માતાજી ડુંગર મહંત પરિવારના મનસુખગિરિ ગોસાઇએ જણાવ્યું હતું કે માતાજીના લાખો ભક્તોની લાગણી હતી કે મૂર્તિના ફોટા પાડવાની છૂટ આપવામાં આવે એટલે માતા પ્રત્યે ભક્તોની આસ્થા અને શ્રધ્ધાને ધ્યાનમાં રાખીને અગિયારસથી ફોટા તથા વીડિયોની છૂટ આપવામાં આવી છે. ગયા વર્ષે કોરોનાના કારણે દીવાળીના તહેવારો બધે સાવ ફીકા ગયાં હતાં. પણ આ વર્ષે દીવાળીથી લાભ પાંચમ સુધીમાં ચામુંડા માતાજીના દર્શને લાખો ભાવિકો ઉમટશે તેવું શહેરોમાં ખરીદી માટેની ભીડ જોતાં અને કોરોના હળવો થતાં જણાઈ રહ્યું છે.

વૃદ્ધો હવે મોબાઈલમાં દર્શન કરી શકશે
યાત્રિકોની એવી લાગણી વ્યક્ત થતી હતી કે પરિવારની કોઇ વ્યક્તિ હોસ્પિટલમાં અથવા વડીલ ઉંમરલાયક ઘરે હોય અને માતાજી પર અનહદ આસ્થા હોય તેવા ભાવિકોને લાઇવ દર્શનની ઇચ્છા અમારા મોબાઇલ દ્વારા પૂરી કરતા અનેક ભાવિકો મોબાઈલ કે કેમેરાથી ફોટો લેવાની અદમ્ય ઇચ્છાઓ વ્યક્ત કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...