ચોટીલાના ચામુંડા માતાના ડુંગર ઉપર શનિવારે ચૈત્ર માસની પૂનમના દિવસે ધગધગતા તાપમાં પણ 3 લાખથી વધુ યાત્રિકોએ માતાના દર્શન કરી ભક્તિમાં તરબોળ બન્યાં હતાં. જ્યારે ડુંગર ઉપર મંદિરના ગર્ભગૃહ ને મધ્યરાત્રિ એ રાતે 12 વાગ્યે જ દર્શન માટે ખુલ્લું મુકાતા આખી રાત ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. ચોટીલાના ચામુંડા માતાના દર્શને ચૈત્રી પૂનમ પ્રસંગે 3 લાખથી વધુ યાત્રાળુઓનું ચોટીલા ધામમાં શનિવારે આગમન થયું હતું.
જેના કારણે ચોટીલાનો હાઇવે તથા તળેટી વિસ્તારમાં માતાજીના જયજયકાર સાથે ગુંજી ઉઠ્યો હતો. ચામુડા માતાજીના ભક્તોમાં કાર્તિકી અને ચૈત્રી બે મોટી પૂનમનું વિશેષ મહત્વ છે. બંન્ને પૂનમના માતાજીના રથ સાથે પદયાત્રા કરીને ચોટીલા આવવાની ઉત્તર ગુજરાતના લાખો માઇભક્તોની પરંપરા બનેલી છે. ચૈત્રી પૂનમના આવતા અનેક માઇભક્તો માનતા બાદ જન્મેલા સંતાનોને પણ આ ધોમધખતા તાપમાં ઝોળીના ઝૂલામાં રાખી આવતા જોવા મળ્યા હતા. તો કઠીન એવી સુતા સુતા અનુસંધાન પાના નં. 3 પર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.